Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ફિલ્‍મ નિર્માતા રાજકુમાર સંતોષીને થયેલ સજાના હુકમ સામે અપીલ કોર્ટનો સ્‍ટેઃ અપીલ કોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. ર : ભારતીય ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના જાણીતા નિર્માતા અને નિર્દેશક રાજકુમાર સંતોષી પર રાજકોટની અદાલતમાં ચેક રીર્ટનના બે કેઇસો કરવામાં આવેલ હતા જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજાની સામે થયેલ અપીલના સેશન્‍સ કોર્ટ દ્વારા જામીન મંજુર કરી અપીલ ચાલતા સુધી સ્‍ટે. આપવામાં આવેલ છે.

સદર કેસની વધુ વીગત એવી કે રાજકોટના એક ફિલ્‍મ નિર્માતા દ્વારા રાજકુમાર સંતોષી સાથે વર્ષ ર૦૧૦ માં નાણાકીય વ્‍યવહારો થયેલા અને જે વ્‍યવહારો પુરા પણ થઇ ગયેલા છે તેવું પણ રેકર્ડ પર આવેલ અને ત્‍યારબાદ વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં ફરી નવા વ્‍યવહારોની વાત લાવી અને રાજકોટની પેઢી દ્વારા રાજકુમાર સંતોષી પર કેસ દાખલ કરવામાં આવેલ અને જે વ્‍યવહારો ફીલ્‍મ યુવા બીન બુલાયે બારાતી જેવા જે તે સમયના તત્‍કાલીન ફિલ્‍મ પ્રોડકશનના સંદર્ભમાં હતા.

નીચેની અદાલતમાં કેસ ચાલ્‍યા બાદ બંને કેઇસોમાં મુળ રકમ જેટલું વળતર અને સજાનો હુકમ આપવામાં આવેલો જે સજાના હુકમ સામે રાજકોટ સંતોષી પર પોતાના એડવોકેટ અજય કે. જોષી દ્વારા અપીલ દાખલ કરવામાં આવેલ અને રાજકોટની સેશન્‍સ જજ શ્રી પ્રશાંત જૈનની કોર્ટમાં અજય કે. જોષીએ પોતાની દલીલ કરતા એવી રજુઆત કરેલ કે હાલના કેસમાં કોઇ જ વજુદ નથી અને ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ પુરાવાના મુલ્‍યાંકનમાં ગંભીર પ્રકાશની ક્ષતીઓ રહી ગયેલ છે અને આ પ્રકારની વીસ્‍તૃત અને લંબાણ પુર્વકની દલીલો સાંભળી જજ શ્રી પ્રશાંત જૈન દ્વારા ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમને અપીલ ચાલતા સુધી જામીન આપવાનો તથા સજાનો હુકમ સ્‍ટે. કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ.

આ કેસમાં રાજકુમાર સંતોષીના એડવોકેટ અજય કે. જોષી, અશ્વીન મહાલીયા, પ્રિયાંક જે. ભટ્ટ, પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.(૬.૩૦)

 

રાજકુમાર સંતોષી

ફિલ્‍મ નિર્માતા

અજય જોષી

એડવોકેટ

(5:07 pm IST)