Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં પક્ષીધર મુકાશે :

 રાજકોટ : ગુજરાતના ૬૨મા સ્‍થાપના દિન ની ઉજવણી અંતર્ગત જીલ્લા પંચાયત ખાતે રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ  ભૂપતભાઈ બોદર તેમજ ડી.ડી.ઓ.  દેવ ચૌધરીની ઉપસ્‍થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. જેમાં રાજકોટ જીલ્લા પંચાયત ખાતે રોશનીના ઝગમગાટ થી નયનરમ્‍ય સુશોભન કરવામાં આવેલ  હતું  તેમજ મહાનુભાવોની સ્‍થાપિત પ્રતિમાઓને પુષ્‍પાંજલિ અર્પણ કરી  રાજકોટ જીલ્લા પંચાયત વહીવટી તંત્ર તરફથી પ્રોજેક્‍ટ કલરવ અંતર્ગત અબોલ પક્ષીઓને ચણ તથા પાણી મળી રહે તે માટે માળા સહિતની સુવિધા યુક્‍ત પક્ષીઘરૅ રાજકોટ જીલ્લાની તમામ ગ્રામ પંચાયતની કચેરીઓ તેમજ આંગણવાડી કેન્‍દ્રો પર મુકવામાં આવશે. ૧૫૦ જેટલી ગ્રામ પંચાયત ને વિવિધ યોજનાકીય કાર્ડની યોગ્‍ય જાળવણી માટે જરૂરી લેમીનેશન કીટ તબક્કાવાર આપવામાં આવી. આ પ્રસંગે ઉપપ્રમુખ  સવિતાબેન નાથાભાઈ વાસાણી, સદસ્‍ય  સવિતાબેન ગોહેલ, સદસ્‍ય   સુમાબેન લુણાગરિયા, ડી.આર.ડી.એ.તરફથી વીરેન્‍દ્ર અગ્રવાલ, એલ્‍વીશ ગોજારીયા તથા આગેવાનો અને અધિકારી ઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:53 pm IST)