Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વિધવા બહેનોને સહાયઃ

 પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી મથુરાદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રીમતી તરલાબેન રસિકભાઇ મહેતા (આર. કે. બિલ્‍ડર્સ પ્રા. લી.)ના આર્થિક સહયોગથી ચાલતા ‘‘આજીવન રાજયચંન્‍દ્ર ખીચડી કેન્‍દ્રમાં રાજકોટ શહેરમાં વસતા નિરાધાર નિહાય ગંગા સ્‍વરૂપ માતા (વિધવા) ઓને દર મહિનાના પહેલા રવિવારે ર (બે) કિલો કાચી ખીચડી તથા ર (બે) કિલો ઘઉંનો લોટ દાતાઓના સાથ અને સહકારથી વિના મુલ્‍યે આપવામાં આવે છે. ગત રવિવારે સંસ્‍થાના દાતા અને સોફટ કોમવાળા મહેશભાઇ તન્‍નાને ૭પ વર્ષ પરીપૂર્ણ થતા તેઓ તેમના પરિવાર સાથે સંસ્‍થાના કાર્યાલય ઉપર આવી ગંગાસ્‍વરૂપ માતાઓને ૧ (એક) કિલો ખાંડ, ૧ (એક) કિલો ગોળ, ૧ (એક) કિલો ચોખા, ૧ (એક) કિલો દાળ, પ૦૦ ગ્રામ તેલ, પ૦૦ ગ્રામ ઘી, રપ૦ ગ્રામ ચાની ભૂકી, ર (બે) કિલો બટેટા, ર (બે) કિલો ડુંગળી, ર (બે) કિલો કાચી ખીચડી, ર (બે) કિલો ઘઉંનો લોટ, તથા ર૧ (એકવીસ) રૂપિયા રોકડા દાન આપી તેઓ તેમના પરિવાર સાથે જન્‍મ દિવસની ઉજવણી કરી હતી. માનવ સેવા કાર્યમાં સંસ્‍થાના પ્રમુખ જયદીશભાઇ ભટ્ટની આગેવાની હેઠળ વોર્ડ નં.-૧૪ના યુવા ભાજપ મહામંત્રી કશ્‍યપ, ભટ્ટ, પાવન શીંશાંગીયા, પાર્થ દવે, પ્રિયાંશ ગોહેલ, દેવાંગ ભટ્ટ, વનરાજ હેરમા, ધર્મેશ રાઠોડ, પરેશ ગોહેલ, સવશીબાપા વગેરે કાર્યકરોએ સેવા આપેલ.

(4:51 pm IST)