Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આકાશવાણીના ભારતી વ્‍યાસ સ્‍મૃતિ પુસ્‍તકનું લોકાર્પણ

રાજકોટ તા. ર : આકાશવાણી રેડિયો સાથે ૩૭ વર્ષની દિર્ધ ઉજજવળ કામગીરી સાથે જોડાયેલા ગાયીકા-લેખીકા-ઉદ્દઘોષકા ભારતી વ્‍યાસ સ્‍મૃતિ પુસ્‍તક ‘ડિયર ભા'ની લોકાર્પણ સમારોહ તા.૩ મે ર૦રર, મંગળવાર, અખાત્રીજ, સમય સાંજે ૪ થી ૬, સ્‍થળ હેમુ ગઢવી નાટયગૃહ (મીની હોલ), યોજાનાર છે. આ પ્રસંગે બિહારી હેમુ ગઢવી, જીતુ કવિ ‘દાદ' અને વાદ્યવૃંદ દ્વારા લોકસાહિત્‍ય સંગતી કાર્યક્રમ રજુ થશે. કાર્યક્રમના મુખ્‍ય અતિથી ભરત યાજ્ઞીક, નિવૃત્ત ઉદ્દઘોષક-નાટયકાર, અતિથિ વિશેષ સુ.શ્રી ગીતાબા ગીડા પ્રોગ્રામહેડ આકાશવાણી કેન્‍દ્ર) સંજય વ્‍યાસ, બિહારીદાન ગઢવી, નિરાલા જોશી ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ વિનામુલ્‍યે પ્રવેશનો છે. સાહિત્‍ય અને સંગીત રસીકોને ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ છે.

ભારતી વ્‍યાસ આકાશવાણી રેડિયોના રાજકોટ અને મુંબઇ સ્‍ટેશનમાં વરસો સુધી ગુજરાતી-હિન્‍દી વિભાગના પ્રોગ્રામ નિર્માત્રી રહ્યા હતા. જે જ સમય તેમણે રંગમંચ અભિનેત્રી તરીકે ગુજરાતી લોકસાહિત્‍યના ગીતો ગાયા. જેની એચ.એમ.વી.એ રેકોર્ડ તૈયાર કરેલ. તેઓ સાંપ્રત બાબતોના વિષય ઉપર જાણીતા ગુજરાતી-હિન્‍દી અખબાર/મેગેઝીનમાં લેખો પણ લખતા રહ્યા હતા. ભારતી વ્‍યાસે કરેલા કાર્ય કૌશલ અને તેમની સિધ્‍ધીઓના બહુઆયામી વ્‍યકિતત્‍વને ગુજરાતી-હિન્‍દી, સાહિત્‍ય-સંગીત-કલા ક્ષેત્રની ગણમાન્‍ય હસ્‍તીઓએ બિરદાવી તેનું સંકલન સ્‍મૃતિ પુસ્‍તક ‘ડિયર ભા'માં કરવામાં આવ્‍યું છે. ‘ડિયર ભા' તુસ્‍તકનું સંપાદન જાણીતા ફિલ્‍મ દિર્ગ્‍શક ડો. રાજેન્‍દ્ર ગુપ્તા ‘સંજય' અને આલોક ગુપ્તા દ્વારા કરાયું છે.

ભારતીબેન વ્‍યાસે લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી તરીકે અનેક સંગીત નાટીકાઓમા઼ વાચીક અભિનય અને સ્‍વર આપેલ છે. ‘કવળા સાસરિયા'ની સાસુ, ‘રાંકનું રતન'માં દરબાર, પોરહાવાળાની રાણી અને ‘રાણકદેવી'માં રાણકનું પાત્ર તેમણે ભજવેલ જેને આજ સુધી શ્રોતાઓ ભુલી શકયા નથી.

(4:28 pm IST)