Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

૯૦ ટકા દ્રિષ્‍ટહિન દિવ્‍યાંગ મહેન્‍દ્રસિંહ ઝાલા પોતાના ઘરે દર વર્ષે સરેરાશ એક લાખ લિટર વરસાદનું પાણી ભૂગર્ભ જળમાં પરિવર્તિત કરે છે

‘જળ બચાવો અને જળ સંચય'ની પ્રેરણાદાયી પ્રવૃતિની કદર કરી ભારત સરકારના જલ શકિત મંત્રાલય વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર

રાજકોટઃ સરકારશ્રી દ્વારા વરસાદી પાણી ભૂગર્ભ (વોટર હાવર્ેિસ્‍ટંગ)માં ઉતારવા માટે  સરકારી મકાનોમાં નકકર આયોજન કરવામાં આવી રહયુ છે. પડધરીમાં બની રહેલા તાલુકા પંચાયતના મકાનમાં પણ વોટર હાવર્ેિસ્‍ટંગ થવાનું છે. નવા બનનારા મકાનોમાં પણ લોકો વોટર હાવર્ેિસ્‍ટંગ અપનાવે તે માટેની અપીલ પદાધિકારીઓ- અધિકારીઓ દ્વારા પ્રજાને કરવામાં આવતી હોય છે.

 રાજકોટમાં કોઠારિયા કોલોનીમાં રહેતા  ૯૦ ટકા દ્રષ્‍ટિહિન દિવ્‍યાંગ શ્રી મહેન્‍દ્રસિંહ ઝાલા પોતાના દ્યરે દર વર્ષે સરેરાશ એક લાખ લિટર વરસાદનું પાણી ભૂગર્ભ જળમાં પરિવર્તિત કરે છે. જલ શકિત મંત્રાલય દ્વારા એપ્રિલ ૨૦૨૧ માં વોટર હીરો સ્‍પર્ધા યોજાઇ હતી. જેમાં શ્રી ઝાલાની ‘જળ બચાવો અને જળ સંચય'ની પ્રેરણાદાયી પ્રવૃતિની કદર કરી જલ શકિત મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રી ઝાલાને વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર  અને રોકડ પુરસ્‍કાર એનાયત કરીને સન્‍માનીત કરાયા હતા. આમ શ્રી ઝાલાએ સ્‍વખર્ચે પોતાના ઘરે આ પધ્‍ધતિ અપનાવી લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્‍યા છે. શ્રી ઝાલા આઇટીઆઇમાં સુપરવાઇઝર તરીકે ઇન્‍સ્‍ટ્રકટર તરીકે સેવા નિવૃત્ત થયેલા છે. તેમજ તેઓ અંધ સર્વોદય મંડળના સદસ્‍ય છે.   

આ વિશે શ્રી ઝાલા કહે છે કે, વહી જતાં વરસાદી પાણી નદી, નાળા, દરિયામાં વહી જાય છે જેથી ભૂગર્ભમાં પાણીના તળો ખૂબ જ ઉંડા જતાં રહેતા હોય છે.  આ  વહી જતું પાણી મારા દ્યરમાં જ રહે એટલે મે મારી છત ઉપરથી વહિ જતાં પાણીની પાઇપ લાઇન  જમીનમાં સબમર્શીબલમાં મૂકાવેલ છે. આ માટે પાઇપ લાઇનનો બહુ નજીવો ખર્ચ થાય છે. આપણા સૌરાષ્ટ્રમાં બારમાસી નદીઓ આવેલી નથી. માટે પાણી માટે વરસાદના પાણીનો જ સંગ્રહ કરવો બહેતર છે. વધુને વધુ લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે તો ભૂગર્ભ જળથી લોકો ફાયદો લઇ શકશે. અને પાણીની સમસ્‍યા હલ થઇ શકશે. (આલેખનઃ પારૂલ આડેસરા, સિનિયર સબ એડિટર, માહિતી ખાતુ, રાજકોટ)

(4:27 pm IST)