Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વડોદરા જેવું રાજકોટનું નવુ કોર્ટ બિલ્‍ડીંગ અમારે નથી જોઇતુઃ બાર. કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દિલીપ પટેલનો વિરોધ

૪૮ કોર્ટો વચ્‍ચે નવા બિલ્‍ડીંગમાં ૪૩ કોર્ટ રૂમઃ ૩પ૦૦ વકીલોસામે ર૦૦ વકિલો સમાઇ શકે તેવો બાર. રૂમ મુળ નકશો નહિ ફેરવવા ચીફ જસ્‍ટીશને દિલીપ પટેલનો પત્ર

રાજકોટ તા.ર : બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન બી.સી.આઇ.ના મેમ્‍બર દિલીપ પટેલ તા.૧પ-પ-ર૦૧૯ના રોજ ચીફ જસ્‍ટીસ ગુજરાત તેમજ ચીફ જસ્‍ટીસ સુપ્રીમ કોર્ટ અને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રાજકોટ કોર્ટમાં બનનારા અદ્યતન કોર્ટ બિલ્‍ડીંગ વડોદરા જેવું વિવાદાસ્‍પદ બિલ્‍ડીંગનો નકશો ન બને તે માટે બારના પ્રમુખ બકુલ રાજાણી સહિતનાએ જરૂરીયાતો, કોન્‍ફરન્‍સ રૂમ, મોટો વકીલ રૂમ, પત્રકાર રૂમ, નોટરી રૂમ સહિતની વિવિધ માંગણી કરતો નકશો પુર્વ ડીસ્‍ટ્રીકટ જજ ગીતા ગોપી સાહેબને કહીને બનાવી મંજુર અર્થે મોકલેલ હતો.

પરંતુ રાજકોટની નવા બનનાર કોર્ટ બિલ્‍ડીંગની મુલાકાતે ગુજરાત  હાઇકોર્ટના જસ્‍ટીસ છાયા સાહેબ તથા અન્‍ય ગયેલ ત્‍યારે તેમણે તમામની હાજરીમાં પી.ડબલ્‍યુ.ડી.ના અધિકારીને પ્‍લાન ફેરવવા સુચના આપતા વકીલોએ વડોદરા જેવી સ્‍થિતિ ન થાય તેવું કહેતા જસ્‍ટીસ છાયા સાહેબે કહેલ કે, વડોદરામાં પણ હું જ હતો, વડોદરાનું નામ લેવુ નહી નહીતર કાંઇ મળશે નહી, તેવો જવાબ આપી નવા કોર્ટ બિલ્‍ડીંગ નકશામાં ફેરફાર કરાવેલો હશે.

બાર કાઉન્‍સીલના મેમ્‍બરે ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી જણાવેલ કે, વડોદરા જેવું વિવાદાસ્‍પદ બીલ્‍ડીંગ મળતુ હોય તો અમારે જોઇતુ નથી અને વકીલોને વિશ્વાસમાં લીધા વગર પ્‍લાન મંજુર કરતા પહેલા સુવિધા વગરનું બિલ્‍ડીંગ પ્‍લાન પડતો મુકવા લેખીત રજુઆત કરેલ જે તમામ વકીલ જાણે છે.

હાલમાં રાજકોટમાં કુલ ૪૮ કોર્ટો છે જયારે નવા કોર્ટ બિલ્‍ડીંગમાં ૪૩ કોર્ટ રૂમ છે. વકીલોએ બાર એસોસીએશનને રજુઆત કરી નોટરીઓનો બેસવા હોલ નથી, વકીલ રૂમ એકદમ નાનો ફકત ૩પ૦૦ વકીલો સામે માત્ર ર૦૦ વકીલ સમાઇ શકે તેવો બનાવેલ છે. અન્‍ય રૂમો વકીલ, મહિલાને બેસવા નથી, મહિલા અને પુરૂષોનાં વોશરૂમ, નાના બાળકો ધરાવનાર મહિલા ધારાશાષાીના બાળકો માટે ઘોડીયા ઘર, કોન્‍ફરન્‍સ રૂમ, પ્રમુખની ચેમ્‍બર, ઝેરોક્ષ - પ્રીન્‍ટીંગ ચેમ્‍બર, વેલફેર રૂમ, તેમજ મહિલા - પુરૂષ વકીલોને જમવા બેસવાની કોઇ સુવિધા હાલનાં બિલ્‍ડીંગમાં કરવામાં આવેલ નથી તેમજ અત્‍યાધુનીક મોટા કેન્‍ટીંગની બિલ્‍ડીંગમાં સુવિધા નથી. તેમજ ફેમીલી કોર્ટની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી.

આ અસુવિધાપુર્ણ નવુ કોર્ટ બિલ્‍ડીંગ બનતુ હોય, તેનો ૩પ૦૦ વકીલોએ વિરોધ કરેલો છે અને વડોદરા લોબીમાં બે ત્રણ નવા કોર્ટ બિલ્‍ડીંગમાં નીચે બેસી વકીલ કામ કરતા તેવું રાજકોટનાં વકીલો સ્‍વીકારશે નહી અને તેનો વિરોધ કરશે, જરૂર પડયે તો આંદોલનનો રાહ લેવા પડશે. તેમ મેમ્‍બર દિલીપ પટેલ જણાવેલ હતુ અને જયાં સુધી સુવિધા પુર્ણ નવું બિલ્‍ડીંગ કોર્ટ બિલ્‍ડીંગ ન બને ત્‍યાં સુધી વકીલો જુના હાલના કોર્ટમાં જ બેસી કાર્ય કરશે તેમ પણ જણાવેલ હતુ.

(4:26 pm IST)