Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

SBI બહુમાળીના લોકપ્રિય અધિકારી જયેશ શેઠ સેવા નિવૃત્તઃ વિદાયમાન સમયે સ્‍ટાફ રડી પડયો

સતત ૩૮ વર્ષ યુનિયનમાં સેવા આપીઃ ગૌશાળા-બ્‍લડ બેંક-દુષ્‍કાળ-કોરોના કાળમાં ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ

SBI બહુમાળીના અધિકારી જયેશ શેઠને આજે ભવ્‍ય વિદાયમાન અપાયું

રાજકોટ તા.ર :.. એસબીઆઇ બહુમાળીમાં ફરજ બજાવતા અને ભારે લોકપ્રિય અધિકારીશ્રી જયેશભાઇ શેઠ  તા. ૩૦ ના બેન્‍ક કારર્કીદીના ૩૮ વર્ષ પુર્ણ કરીને એસબીઆઇની રેસકોર્ષ શાખા બહુમાળી ભવન રાજકોટમાંથી નિવૃત્ત થતા તેમને ભાવ ભર્યુ વિદાયમાન અપાયું હતું.

૧૯૮૪ માં જોડીયા શાખામાંથી કારર્કીદીની શરૂઆત કરીને ત્‍યારબાદ ઢેબર રોડ શાખા યુનિ. રોડ શાખા રાજકોટ, સાવસર પ્‍લોટ મોરબી અને અંતમાં રેસકોર્ષ શાખામાંથી નિવૃત્ત થયા હતાં.

બેન્‍કની નોકરીના ફકત ૬ માસમાં જ બેન્‍કના યુનિયનમાં લોકલ સેક્રેટરી બનીને આજે ૩૮ વર્ષ સુધી આ સેક્રેટરીનું પદ મળવી રાખીને મેમ્‍બરોના હકક માટે લડી રહ્યા હતાં. અને બેન્‍ક મેનેજમેન્‍ટમાં પણ બેન્‍ક માટે ઉપયોગી કાર્યો તથા એસબીઆઇ જેવા બેન્‍કના ટાર્ગેટો પુરા કરવામાં મદદરૂપ થયેલ હોવાથી બેન્‍ક સ્‍ટાફ તથા બેન્‍ક મેનેજમેન્‍ટમાં તથા બેન્‍ક ઓફીસરો સાથે ખુબ જ સારી લોકચાહના મેળવી હતી.કારકીર્દી દરમ્‍યાન દુષ્‍કાળના સમયમાં ઢેબર રોડ શાખામાં અબોલ-પશુઓ માટે ઘાસચારા ફંડ એકઠુ કરીને ગૌશાળાઓને લીલું ઘાસ પહોંચાડેલ. ઢેબર રોડ શાખામાં ૩ વખત મોટા-મોટા બ્‍લડ ડોનેશન કેમ્‍પ કરીને બ્‍લડ બેન્‍કને મદદરૂપ થયા હતાં.

જયેશભાઇના પ૭ માં જન્‍મદિને રૂા. પ૭૦૦૦ એકત્ર કરીને જુદી - જુદી ગૌશાળામાં ઘાસચારો પહોંચાડવાનો સંકલ્‍પ લીધો અને કાર્ય પૂર્ણ કર્યુ હતું.

કયારેક શિયાળાની કડકડતી ઠંડીમાં મિત્રોના સથવારે રાત્રે ગરીબોને ધાબળા વિતરણની પ્રવૃતિ કરતા તથા કોરોનાના કપરા સમયમાં મિત્રો-સ્‍નેહીઓની મદદથી ગરીબ અને જરૂરીયાત મંદ કુટુંબને જીવન જરૂરી વસ્‍તુની કીટનું વિતરણ કર્યુ હતું.

તેઓ આજે નિવૃત્ત થતા ભાવભેર વિદાયમાન તેમના પરમ મીત્ર અને એસબીઆઇ બહુમાળીના જ લોકપ્રિય કર્મચારીઓ અધિકારીઓ સર્વશ્રી દિનેશ માંકડ, અરૂણ દવે, દિપક કોઠારી તેમને મળી ચૌધાર અશ્રુએ રડી પડયા હતા અને શુભેચ્‍છા પાઠવી હતી.

(4:14 pm IST)