Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અખાત્રીજના દિવસે જન્‍મેલા ભગવાન પરશુરામ વિષ્‍ણુનો અશાંવતાર હતા

ભગવાન પરશુરામનો જન્‍મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. સતયુગની શરૂઆત આ દિવસથી થાય છે. ઉતર ભારતમાં મથુરા- કાશીની વચ્‍ચે અને દક્ષિણમાં પરશુરામ ક્ષેત્રમાં પરશુરામ જયંતિની ઉજવણી અનેરા ઉત્‍સાહથી કરવામાં આવેલ  છે. જન્‍મમર્દાની ઋષિ અને રેણુકાના પુત્ર પરશુરામ વિષ્‍ણુના અવતાર હતા. ભગવાન પરશુરામ શંકરના શિષ્‍ય હતા. ભગવાનના ૨૪ અવતારોમાં પરશુરામ ભગવાનનો ૧૬મો અવતાર છે. અક્ષયતૃતીયાના દિવસે કરવામાં આવેલું દાન ઉતમ ગણાય છે. અનેક ગણું પરશુરામતિથી પણ કહેવાય છે. આજના દિવસે પરશુરામની પૂજા કરવામાં આવે છે. પરશુરામના હાથમાં ફરશી (કુહાડો) અને ક્રોધ (ગુસ્‍સો) તેમની આગવી ઓળખાણ છે. પરશુરામ ક્રોધમાં મુકિત પામી શાંતચિતવાળા થઈ અને મહેન્‍દ્ર પર્વત પર બિરાજમાન છે અને સિધ્‍ધો- ગાંધર્વો અને ચારણો (ગઢવી) તેમના ચરિત્રોનું ગાયન કરે છે. અજ્ઞાનતામાં ડુબેલા લોકોને આત્‍મા વિદ્યાનોનો ઉપદેશ કરી ગ્રહન ગતમાંથી કાઢવા માટે આ આખ્‍યાનો છે.? (૩૦.૮)

શાષાી બટુક મહારાજ, કાળીપાટ ગામ

શ્રી સ્‍વામિ નારાયણ મંદિરના પુજારી, મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(4:11 pm IST)