Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સણોસરામાંથી પાંચ અને આજી જી.આઇ.ડી.સી.માંથી ત્રણ જુગાર રમતા પકડાયા

કુવાડવા અને થોરાળા પોલીસનો દરોડોઃ રૂા. પ૯ હજારની રોકડ કબજે

રાજકોટ તા. રઃ સણોસરા ગામમાં કુવાડવા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સણોસરા ગામમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ક્રિપાલસિંહ, હેડ કોન્‍સ. વિક્રમભાઇ, રોહીતદાનભાઇને બાતમી મળતા સણોસરા ગામમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મોરબી રોડ સેટેલાઇટ ચોક ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીના પ્રવિણ ગોવિંદભાઇ મજેઠીયા, પીપળીયા ગામના નવઘણ વાલજીભાઇ જીંજવાડીયા, સણોસરાના સંજય રણછોડભાઇ લીંબાસીયા, યુનુસ અલ્લારખાભાઇ ભુવર અને નટુ ગાંડુભાઇ ડાભીને પકડી લઇ રૂા. ૪પ૭પ૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ. બી. એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ક્રિપાલસિંહ હેડ કોન્‍સ. વિક્રમભાઇ તથા રોહીતદાનભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં આજી જી.આઇ.ડી.સી.માં આવેલ રવી મેટલની સામે હોટલ સામે, થોરાળા પોલીસ મથકના તીનપત્તીનો જુગાર રમતા ખોડીયારપરા શેરી નં. ૩૩ ના રવુ અમરાભાઇ ડાંગર, સહકાર મેઇન રોડ ત્રીશુલ ચોકના અમૃતલાલ સવજીભાઇ ભીમાણી તથા ખોડીયારનગર શેરી નં. રપના મહેબુબ જમાલભાઇ મખીયાલાને પકડીઇ રૂા. ૧૪૦પ૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ. જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી. એન. ત્રીવેદી, એ.એસ.આઇ. જયેશભાઇ હેડ કોન્‍સ. ભુપતભાઇ, રાજુભાઇ, કોન્‍સ. નરસંગભાઇ, કનુભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, ધર્મેશભાઇ, અમીતભાઇ, વિક્રમભાઇ તથા પ્રધ્‍યુમનસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(4:07 pm IST)