Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

શિક્ષકો દ્વારા સેવાયજ્ઞ... લાલ બહાદુર શાષાી કન્‍યા વિદ્યાલયની ધો.૧૦-૧૨ની દીકરીઓ માટે રવિવારે પણ વિનામૂલ્‍યે શિક્ષણ

શાળાના શિક્ષકો દ્વારા રજાના દિવસે પણ શાળાની ૩૦૦ દીકરીઓને ભણાવાશે : ૩૪ વિદ્યાર્થીનીઓ સ્‍કાઉટ ગાઈડમાં રાજયપાલ એવોર્ડ પરિક્ષામાં ઉતીર્ણ, એવોર્ડ અપાશે

રાજકોટ : ‘શિક્ષણ એ જ રાષ્‍ટ્રની સેવા' આ ઉકિતને લાલબહાદુર શાષાી કન્‍યા વિદ્યાલયના શિક્ષકોએ સાર્થક કરી છે. શાળાના શિક્ષકો દ્વારા ધો.૧૦ અને ૧૨ની દીકરીઓને હવે રવિવારે રજાના દિવસે પણ શિક્ષણનું જ્ઞાન પીરસશે.

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા એલબીએસના શિક્ષકોએ જણાવેલ કે અમારી શાળામાં ધો.૯ થી ૧૨ આર્ટ્‍સ - કોમર્સમાં ૫૦૦ વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરે છે. આ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્‍યે કોચીંગ મળી રહે તેવા શુભ આશયથી આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને દર રવિવારે પણ શિક્ષણ આપવામાં આવશે.

તેઓએ જણાવેલ કે સમાજના ગરીબ અને મધ્‍યમ પરીવારની દીકરીઓને શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી લાભુભાઈ ત્રિવેદી દ્વારા કન્‍યા શાળા શરૂ કરવામાં આવેલ. મેનેજીંગ ટ્રસ્‍ટી મનસુખભાઈ જોષી અને ટ્રસ્‍ટી અલ્‍પનાબેન ત્રિવેદીના શિક્ષણના સેવાયજ્ઞમાં એક ભેટ આપવા શાળાના શિક્ષકોએ નિરધાર કરેલ છે. સાથે સાથે તમામ વિદ્યાર્થીનીઓ માટે વીકલી ટેસ્‍ટ, મંથલી ટેસ્‍ટ, ઓડીયો - વિડીયો રીવીઝન તેમજ વિનામૂલ્‍યે સ્‍પોકન ઈંગ્‍લીશ, ડ્રોઈંગ કલાસ, સંગીતના વર્ગો, કોમ્‍પીટીટીવ એકઝામ માટેનું માર્ગદર્શન તેમજ ૯૦૦૦થી વધુ પુસ્‍તકોવાળી લાયબ્રેરીનો લાભ પણ અહિં આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે આ વર્ષે ૩૪ વિદ્યાર્થીનીઓ સ્‍કાઉડ ગાઈડમાં રાજયપાલ એવોર્ડ પરીક્ષામાં ઉતીર્ણ થઈ હોય મહામહીમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે એવોર્ડ આપવામાં આવશે.

ઉપરોકત તસ્‍વીરમાં લાલબહાદુર શાષાી કન્‍યા વિદ્યાલયના શિક્ષકો સર્વશ્રી ભરતસિંહ પરમાર (આચાર્ય-મો.૯૯૯૮૩ ૨૨૨૨૮), ઉર્વશીબેન ઉપાધ્‍યાય, શાબીરાબેન બેલીમ, દિનેશચંદ્ર બોરીચા, ભરતભાઈ કગથરા, વિરેન્‍દ્રભાઈ ઘરસંડીયા, રીમ્‍પલબેન રૈયાણી, જશવંતીબેન ખાનવાણી, વિપુલભાઈ છલાબીયા અને પદમાબેન પટેલ નજરે પડે છે.

(4:05 pm IST)