Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોજ પડી ગઇઃ ‘સપ્‍તરંગી સાંજ-સુપર સે ઉપર': ઇન્‍ડિયન આઇડોલના સિતારાઓએ અબાલ-વૃધ્‍ધ સોૈને ઝૂમાવ્‍યા

ગુજરાત સ્‍થાપના દિને મહાનગર પાલિકાના આયોજનને ઓલ બોલીવૂડ ઇવેન્‍ટ્‍સના ભારતી નાયક અને ટીમે નવા-જુના ગીતો રજૂ કરી ચારચાંદ લગાવ્‍યા : સવાઇ ભાટના ગીતોથી શરૂ થયેલી સુરીલી સાંજને સાયલી કાંબલી, આશિષ કુલકર્ણી, અરૂણતા કાનજીલાલ અને પવનદિપ રાજનના એક એકથી ચડીયાતા ગીતોએ વધુ મોજીલી બનાવી દીધીઃ બે વર્ષ બાદ જાહેર કાર્યક્રમ યોજાયો હોઇ રાજકોટીયન્‍સ ઉમટી પડયાઃ હિન્‍દી સાથે ગુજરાતી ગીતોનો પણ જલ્‍સો માણ્‍યોઃ કાર્યક્રમની શરૂઆત પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્‍યુ હતુ. મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્‍થિતિમાં થયો

રાજકોટ  તા. ૨ : મહાનગરપાલિકા દ્વારા ૧ મેᅠ‘ગુજરાત રાજયના સ્‍થાપના દિન'ની ઉજવણી નિમિતે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે સપ્‍તરંગી સાંજનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. શહેરીજનોને દર વર્ષે કંઇક નોખુ અનોખુ મનોરંજન આપતું મ્‍યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ વર્ષે અત્‍યંત લોકપ્રિય રિયાલીટી શો ઇન્‍ડિયન આઇડલની સિઝન-૧૨ના સિતારાઓને રાજકોટની ધરતી પર લઇ આવ્‍યા હતા. ઇન્‍ડિયન આઇડલના દેશ વિદેશમાં ખ્‍યાતીપ્રાપ્‍ત એવા ગાયકો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને  સવાઈ ભાટ ઓલ બોલીવૂડ ઇવેન્‍ટ્‍સના ભારતી નાયકના નેજા હેઠળ રાજકોટીયન્‍સને એક એકથી ચડીયાતા હિન્‍દી, ગુજરાતી નવા- જુના ગીતો પીરસીને અબાલ-વૃધ્‍ધ સૌને ઝૂમાવ્‍યા હતા. કાર્યક્રમની શરૂઆત પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દિપ પ્રાગટય કરવામાં  આવ્‍યુ હતુ . મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્‍થિતિમાં થયો. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં રાજકોટવાસીઓ ઉમટયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્‍યાન કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને કારણે કોઈપણ સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજી શકાયા ન હતા. છેલ્લા કેટલાક સમયથી કોવિડની અસર નહિવત બની જતા, ગત ધૂળેટીના પર્વ પ્રસંગે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. એ જ રીતે ગઇકાલે૧મે ગુજરાત રાજ્‍યના સ્‍થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે તે સપ્‍તરંગી સાંજનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અકિલાનાં મોભી શ્રી કીરીટભાઇ ગણાત્રા, સંસદસભ્‍ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, અંજલીબેન રૂપાણી, ડે,મેયર ડો.દર્શિતાબેન શાહ, ગાંધીનગરના મેયર હિતેષ મકવાણા, સ્‍ટેન્‍ડિગ કમિટિી ચેરમેન પુષ્‍કર પટેલ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશ પિપળીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા,

 

સમગ્ર દેશમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ : વિજયભાઇ રૂપાણી

સપ્‍તરંગી સાંજ કાર્યક્રમનું દિપ પ્રાગટય પૂર્વ મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાયુ  : સ્‍નેહનો સુશાસન, વિકાસ, કલા અને સંસ્‍કૃતિનો સંગમ એટલે રંગીલુ રાજકોટ : પ્રદિપ ડવ

રાજકોટ તા. ૨ : મહાનગરપાલિકા દ્વારા ૧લી મે ગુજરાત રાજયના સ્‍થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે તા. ૧ રવિવારના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે રિયાલિટી મ્‍યુઝીકલ શો ઈન્‍ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો દ્વારાᅠ‘સપ્તરંગી સાંજ'નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્‍ય રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે રાજયના વાહન વ્‍યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્‍થિતિ રહેલ. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના ૬૨માં સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જણાવેલ કે, ગુજરાત મહારાષ્ટ્રની સાથે જોડાયેલું હતું ત્‍યારે મુંબઈ રાજય કહેવાતું. ગુજરાત રાજયના અલગ દરજ્જા માટે પૂ.ઇન્‍દુ ચાચાએ મહા ગુજરાત આંદોલન ચલાવેલ અને અનેક લોકોએ આ આંદોલનમમાં શહીદી વહોરી હતી તેમજ વિદ્યાર્થીઓએ સામી છાતીએ ગોળી ઝીલી હતી તેવા લડવૈયાઓને આજે આપણે યાદ કરીએ. ગુજરાત અલગ થાય ત્‍યારે પણ ગુજરાતના વિરોધીઓ એવું કહેતા કે, ગુજરાતમાં કોઈ ઇન્‍ડસ્‍ટ્રીઝ નથી, વેપાર ઉદ્યોગ નથી, બંદરો કે પોર્ટ નથી, પાણીની સુવિધા નથી અને ૭૦% ગુજરાતમાં પાણીની અછતમા હતું. આવું કહેનારા લોકો આજે કાન ખોલીને સાંભળી લે કે ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત અને મોદીના ગુજરાતની આજે વિકાસની ચરમસીમા પર છે અને સમગ્ર દેશમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ ગણવામાં આવે છે. આજના આ સ્‍થાપના દિને રાજયની દશે દિશામાં ગુજરાત રાજય અગ્રેસર રહે તેવો આપણે સૌ સંકલ્‍પ કરીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારાᅠ‘સપ્તરંગી સાંજ'નો કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવેલ અને સૌ ઈન્‍ડીયન આઈડોલના સિંગરોને શુભેચ્‍છા પાઠવેલ. ᅠᅠᅠᅠᅠᅠᅠᅠ

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવેલ કે, રાજકોટ એ રંગીલા રાજકોટ તરીકેની ઓળખાણ છે. જેમાં સ્‍નેહનો સુશાસન, વિકાસ, કલા અને સંસ્‍કૃતિનો સંગમ એટલેᅠ‘રંગીલું રાજકોટ'. કેન્‍દ્ર અને રાજય સરકારના સહયોગથી રાજકોટ શહેરે વિકાસની દિશામાં હરણફાળ ભરેલ છે. આતંરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમ્‍સ, નવા બ્રિજો, બસપોર્ટ, અટલ સરોવર, રામવન જેવા અનેક પ્રોજેક્‍ટના વિકાસનું નજરાણું છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પર આપણે સૌને ગર્વ છે. તેઓના મુખ્‍યમંત્રી કાળમાં ગુજરાતના વિકાસને દેશના ગ્રોથ એન્‍જિન તરીકે પ્રસ્‍થાપિત કરેલ. હાલના રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વની સરકાર દ્વારા રાજકોટના વિકાસમાં ખુબ જ સહયોગ મળી રહ્યો છે.

આ અવસરે સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, રોમા માણેક, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ હજારો સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે સ્‍થાયી સમિતિના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલે ઉપસ્‍થિત મહાનુભાવોનું હદયપૂર્વક શાબ્‍દિક સ્‍વાગત કરેલ. જયારે સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા અને વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા દ્વારા સર્વે મહાનુભાવોનું પુસ્‍તક અર્પણ કરી ᅠસ્‍વાગત કરેલ અને પરેશભાઈ પીપળીયાએ સર્વે મહાનુભાવોનો આભાર વ્‍યક્‍ત કરેલ.

અનેક સુપરહિટ ઇવેન્‍ટસ યોજનાર  ભારતી નાયકનું વધુ એક  સફળ આયોજન 

રાજકોટઃ રાજકોટ મ્‍યુ.કોર્પોરેશન દ્વારા આયોજીત સપ્તરંગી સાંજનો કાર્યક્રમ ઓલ  બોલીવુડ ઇવેન્‍ટસના ભારતી નાયકે આ ઇવેન્‍ટ મેનેજ કરી છે. ભારતીબેન છેલ્લા ૧૫ વર્ષથી સમગ્ર દેશમાં બોલીવુડનાં સુપ્રસિધ્‍ધ ગાયકોની ઇવેન્‍ટ મેનેજ કરી રહ્યા છે. તાજેતરમાં તેઓને શ્રેષ્‍ઠ ઇવેન્‍ટનો સોનુ સુદના હસ્‍તે એવોર્ડ મળ્‍યો હતો. તેઓએ અગાઉ મ્‍યુ.કોર્પોરેશનમાં જાવેદઅલી નાઇટ, ૫૦ કલાકારોની મ્‍યુઝિકલ નાઇટ તથા ઐશ્વર્યા મજમુદાર સહિતનાં સુપ્રસિધ્‍ધ ગાયકોનાં કાર્યક્રમનું આયોજન કરી ચુકયા છે. ગઇકાલનાં કાર્યક્રમની સફળતાનો શ્રેય પણ તેમના ફાળે જ ગયો છે.(ભારતીબેન- મો.નં: ૯૮૯૨૬૨ ૨૫૭૬૮)

દેશ વિદેશમાં અનેક શો કર્યા...રાજકોટ જેટલું ક્રાઉડ ક્‍યાંય ન મળ્‍યું: ૨૦ થી ૨૫ હજાર જેટલા દર્શકોની હાજરીથી ગાયકો અભિભૂત થયા :

મોજ પડી ગઇઃ ‘સપ્‍તરંગી સાંજ-સુપર સે ઉપર': ઇન્‍ડિયન આઇડોલના સિતારાઓએ અબાલ-વૃધ્‍ધ સોૈને ઝૂમાવ્‍યા

પાના નં.૧૩થી ચાલુ : શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તથા કોર્પોરેટર મનીષ રાડિયા, અશ્વિન પાંભર, કેતન પટેલ, સંજયસિંહ રાણા, કાળુ કુગશીયા, દિલીપ લુણાગરીયા, હાર્દિક ગોહેલ, દેવાંગ માંકડ, પરેશ આર. પીપળીયા, જયમીન ઠાકર, ડો. અલ્‍પેશ મોરજરીયા, જીતુભાઇ કાટોળીયા, ગુજરાતી ફિલ્‍મ અભિનેત્રી રોમા માણેક વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રિયાલિટી મ્‍યુઝીકલ શો ઈન્‍ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ વગેરે દ્વારા મેરે દિલ યે બતાદે તું..., તેરી મીટી મેં મિલ જાવા...., ટીપ ટીપ બરસા પાની..., તેરી દીવાની..., પધારો મ્‍હારે દેશ..., એક લડકી કો દેખાતો..., લગ જા ગલે...., માઈ તેરી ચુનરિયા..., કૈસે હુઆ..., તેરી આંખો કે સિવા ઇસ દુનિયા મેં રખા ક્‍યા હે..., લાખો મિલે કોઈ ભી ના તુમસા મિલા..., યે દિલ તુમ બિન કહી લગતા નહી..., આઓ ના ગલે લગ જાઓના..., અજીબ દાસ્‍તા હે યે..., ચૌધરી કા ચાંદ હો..., એક મેં ઔર એક તું..., મહેંદી તે વાવી માળવે..., ચારચાર બંગળી વાળી ગાડી...., પિયા તું અબ તો આજા..., આફરીન..., ઉર્વશી...., મુકાબલા...., લંબી જુદાઈ... વગેરે ગીતોની રમઝટ બોલાવેલ અને શહેરીજનો પણ ઝૂમી ઉઠેલ.(૨૧.૩૫)

સપ્‍તરંગી સાંજ કાર્યક્રમમાં આરજે ગૌરવ તથા દિવ્‍યાના સંચાલનથી લોકો મંત્રમુગ્‍ધ

મરાઠી ગાયીકા સાયલીના ગુજરાતી ગીતોએ ડોલાવ્‍યા

ઞ્જ ઇન્‍ડિયન આઇડોલની ગાયીકા સાયલી મુળ મહારાષ્‍ટ્રીયન છે. આમ છતાં તેણે ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી. મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત તથા ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉ...જેવા ગીતો ગાઇને તેણે દર્શકોને ખુબ ડોલાવ્‍યા હતાં.

અન્‍ય ગાયકો પવનદીપ, અરૂણીતા, સવાઇ ભાટ, આશિષ કુલકર્ણીએ પણ સુરીલા મોજીલા ગીતોથી સોૈને છેક સુધી જકડી રાખ્‍યા હતાં અને દરેક ગીત પર ડોલાવ્‍યા હતાં.

સપ્‍તરંગી સાંજ કાર્યક્રમમાં પુષ્‍કર  પટેલ - પરેશ પીપળીયા સતત ખડેપગે

મનપા દ્વારા ગઇકાલે તા. ૧ મે ગુજરાત રાજ્‍યના સ્‍થાપના દિનની ઉજવણી નિમિતે રિયાલિટી મ્‍યુઝિકલ શો ઇન્‍ડિયન આયડોલના સુપ્રસિધ્‍ધ સીંગરો દ્વારા સપ્‍તરંગી સાંજનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોઇ કચાસ ન રહી જાય તે માટે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓ સતત ખડેપગે રહી વ્‍યવસ્‍થા સંભાળી હતી. આ કાર્યક્રમમાં સાઉન્‍ડ સીસ્‍ટમ, સ્‍ક્રીન તેમજ બેઠક વ્‍યવસ્‍થા અલાયદી કરવામાં આવી હતી.

સપ્‍તરંગી સાંજે ખીલ્‍યા મોજ મસ્‍તીના રંગ : આયોજનને સ્‍વર્ણિમ સફળતા

સફળ આયોજન બદલ પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, પરેશ પીપળીયા તથા અમીત અરોરાની પીઠ થાબડતા શહેરીજનો

રાજકોટ તા. ૨ : મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના સ્‍થાપના દિન નિમિત્તે ગઇકાલે રેસકોર્ષના ઓપન થિયેટરમાં યોજાયેલ ઇન્‍ડીયન આઇડોલ ફેઇમ કાર્યક્રમે ભારે જમાવટ કરેલ. કલાકારોએ એક એકથી ચડીયાતા કાર્યપ્રિય ગીતો ગાઇ વાહ વાહ મેળવી હતી. મોડી રાત સુધી હજારો ગીત સંગીત રસિકોએ કાર્યક્રમ માણ્‍યો હતો. સૂર અને સ્‍વરનો સંગમ યાદગાર બની રહેલ.

સફળ આયોજન બદલ લોકોએ કલાકારો ઉપરાંત મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પુષ્‍કર પટેલ, સમાજ કલ્‍યાણ ચેરમેન પરેશ પીપળિયા, કમિશનર અમિત અરોરા વગેરેને અભિનંદન આપ્‍યા હતા.

(3:39 pm IST)