Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાલે અક્ષય તૃતીયા: ઝવેરીબજારમાં ખરીદીના ધમધમાટની ધારણા

પેલેસરોડ પર અવનવી ડીઝાઇનના કલાત્મક આભૂષણોનો ઝળહળાટ :ઘરેણાના ઘડામણમાં વળતર , ઘટયા ભાવ અને શુકનવંતી ખરીદીના અવસરનો અદભુત સંયોગ

રાજકોટ તા; 2: અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા વ્યક્ત કરાઈ છે બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડશે તેમ મનાય છે

   ઝવેરીબજારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સોનાના આભૂષણોની મજૂરીમાં તેમજ ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં વળતર ઓફર કરાયું છે

 ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે

    દરમિયાન રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,દ્વારા અક્ષય તૃતીયાના અવસરે વિશેષ વળતરની ઓફર કરાઈ છે જે તા; 2થી 4દરમિયાન 10 ગ્રામ સોંનાના દાગીનાની ખરીદી પર મજૂરીમાં રૂપિયા 1250નું વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે 

    આ અવસરે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ટોચના અગ્રણી રાધિકા જવેલર્સવાળા અશોકભાઈ ઝીંઝુવાડિયા જણાવે છે કે અક્ષય તૃતીયાના અવસરે ખરીદીનો ધમધમાટ સર્જાશે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળે છે બીજીતરફ આ મહામુહૂર્તમાં શુકનવંતી ખરીદી જોવા મળશે    
    તેમણે વધુમાં આ અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે

   ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલના યુવા સંચાલક હિરેનભાઈ પારેખ જણાવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવાનું અદકેરું મહત્વ છે આ શુભ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડશે તેમ જણાવી યુવા વર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું

 દરમિયાન પેલેસ રોડના જાણીતા શગુન જવેલર્સવાળા મનીષભાઈ પાટડીયા જણાવે છે કે અક્ષય તૃતીયાના અવસરે બજારમાં ખરીદીનો ધમધમાટ સર્જાશે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળતા ખરીદીને વેગ  મળે તેવી ધારણા છે

  પ્રાઈડ ઓફ રાજકોટ અને બ્રાંડ ઓફ જવેલરીનો અવોર્ડ મેળવનાર શિલ્પા લાઈફ સ્ટાઈલના  ભાસ્કરભાઈ પારેખે અક્ષય તૃતીયાના અવસરે ખરીદીનો ધમધમાટ રહેવાની આશા સાથે જણાવ્યું હતું કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે

બ્રાઇડલ શો :દેશભરના ચુનંદા કારીગરો દ્વારા નિર્મિત અદભુત જવેલરી કલેક્શનનો રસથાળ

શિલ્પા લાઈફસ્ટાઈલમાં ત્રીજી પેઢીના શિવમભાઈ  પારેખે નવા કોન્સેપટ સાથે કેડી કંડારી :એપોઇન્ટેડ ગ્રાહકો માટે ખાસ ડિઝાઇન કરેલી જવેલરીની પ્રસ્તુતિ : કન્યાના કંકુ પગલાં પણ શોરૂમમાં કરાવી વિશેષ સરપ્રાઈઝથી સ્વાગત

રાજકોટ : અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં અવનવી જવેલરી ઝગમગી રહી છે, એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોની બજારમાં નિર્મિત આભૂષણો દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા છે દરમિયાન ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલવાળા પ્રભુદાસભાઈ પારેખની ત્રીજી પેઢીએ પણ પુરા ખંતથી એ જ પરંપરા જાળવી રાખી છે

 પ્રભુદાસભાઇ પારેખના પૌત્ર શિવમભાઇ પારેખ એક નવા કોન્સેપટ સાથે કેડી કંડારી છે, બ્રાઇડલ જવેલરી એ પરંપરાગત છે પરંતુ શિવમભાઇ પારેખે તેમાં અદભુત કૌશલ્ય સાથે વિશેષતા  ઉમેરી આગવી ઓળખ ઉભી કરી છે , શિવમભાઇ પારેખે છેલ્લા ત્રણેક વર્ષથી શરુ કરેલો આ અનન્ય કોન્સેપટમાં ગ્રાહકોને દેશભરની કલા કારીગીરીનો રસથાળ પીરસાઈ છે  જેને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળે છે

 આ બ્રાઇડલ શોને મળતા અપ્રતિમ સફળતાનો શ્રેય છ થી સાત મહિનાની તૈયારીને આપતા શિવમભાઇ પારેખ આ અંગે કહે છે કે આ બ્રાઇડલ શો માટે પહેલેથી એપોઇન્ટમેન્ટ અનિવાર્ય છે, તેમાં લિમિટેડ ગ્રાહકો માટે આ કોન્સેપટ માટે જ દેશભરના ચુનંદા કારીગરો દ્વારા નિર્મિત જે તે પ્રદેશની ખાસ ડિઝાઇન કરેલી હોય તેવી બેનમૂન જવેલરી રજૂ કરાઈ છે ,જે શોરૂમમાં મોટાભાગે રેગ્યુલરરી ડિસ્પ્લે કરાતી નથી 

વધુમાં જણાવે છે કે આ બ્રાઇડલ શો  માટે ભારતભરના ચુનંદા કરીગરો દ્વારા નિર્મિત અવનવી ડિઝાઈનનું કલેક્શન હોય છે માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈથી પણ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે

 વિશેષમાં આ બ્રાઇડલ શો કોન્સેપટ માટે કન્યાના કંકુ પગલાં જેવી સામાજિક રીતરિવાજ મુજબ વિશેસ સરપ્રાઈઝ સ્વાગત કરાઈ છે

સોનાના ઘરેણાંની ઘડામણ અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં વળતરને ગ્રાહકોમાં જબરો પ્રતિસાદ

સોનાના ઘરેણાંની મજૂરીમાં 10 ગ્રામે 1250નું વળતર : ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં 50 ટકાનું જબરું ડિસ્કાઉન્ટ : મજૂરીમાં જેન્યુન ડિસ્કાઉન્ટથી ગ્રાહકોની ખરીદીને વેગ

રાજકોટ તા;2 અક્ષય તૃતિયાંના અવસરે સોનીબજારમાં અવનવી વેરાઈયટીઓની વિશાળ રેન્જ સાથે શુકનવંતી ખરીદીના માહોલની ધારણા સાથે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા અક્ષય તૃતીયા નિમિતે સોમવારથી સોનાના ઘરેણાંની 10 ગ્રામની ખરીદીમાં મજૂરીમાં 1250નું વિશેષ વળતર અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહયું છે

 રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાના જણાવ્યા મુજબ દરવર્ષની માફક સોનાના અને ડાયમંડ જવેલરીમાં મેકિંગ ચાર્જમાં વળતર સ્કીમને સારો પ્રતિસાદ મળી રહયો છે અને શુકનવંતા અવસરે ખરીદીમાં વધારો થશે તેમાં મનાય છે આગામી લગ્નગાળા સુધી સીઝન જળવાઈ રહે તેવી પણ આશા તેઓએ વ્યક્ત કરી હતી

(3:46 pm IST)