Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

શહેર એસઓજીએ રામનાથપરામાંથી વસીમ મુલતાનીને ૫.૪૪ લાખના હેરોઇન તથા મેફેડ્રોન/MD ડ્રગ્સ સાથે ઝડપી લીધો: પગના સ્લીપરમાં માદક પદાર્થ છુપાવ્યો હતો

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસિયાની સૂચના: પીઆઇ જે.ડી. ઝાલા, પીએસઆઇ ડી.બી.ખેર, એએસઆઇ. રવીભાઇ વાંક તથા હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા તથા હાર્દીકસિંહ પરમારની બાતમી

રાજકોટ: શહેર એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. રામનાથપરામાંથી એક પિંજારા શખ્સને હેરોઇન તથા મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. આ શખ્સ પાસેથી સાડા પાંચ લાખની કિંમતનો માદક પદાર્થ મળ્યો છે.

એસ.ઓ.જી. પો.ઇન્સ જે.ડી.ઝાલા, પીએસઆઇ ડી.બી.ખેર, એએસઆઇ રવીભાઇ વાંક, હેડકોન્સ.  ઇન્દ્રસિંહ જાડેજા તથા હાર્દીકસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમી આધારે રામનાથપરા શેરી નં ૮ જાની અનાજ ભંડાર સામે ઇલેકટ્રીક પોલ પાસેથી વસીમ અસરફભાઇ મુલતાની પીંજારા (ઉ.વ.૩૧ રહે. રામનાથપરા શેરી નં ૮ ના ખુણે જાની અનાજ ભંડારની સામે) ને  પગમાં પહેરેલા સ્લીપરમાં સંતાડેલ હેરોઇન તથા મેફેડ્રોન (M.D.) ના જથ્થા સાથે પકડી લીધો છે. તેની પાસેથી માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ૩.૩૩૦ ગ્રામ કિ.રૂ. ૧૬૬૫૦નો, મેફેડ્રોનનો જથ્થો ૩૮,૩૭૦ ગ્રામ કિ.રૂ. ૩૮૬૭૦૦નો અને માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૪.૦૯૦ ગ્રામ કિ.રૂ. ૧૪૦૯૦૦નો મળી કુલ રૂ.૫,૪૪,૨૫૦નો પદાર્થ મળતા કબ્જે કરી તેની ધરપકડ કરી છે. તેની પાસેથી મોબાઈલ ફોન, બે સ્લીપર પણ કબ્જે કરી પદાર્થ ક્યાંથી લાવ્યો તેની તપાસ શરૂ થઈ છે.

ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઈમ શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઇમ શ્રી ડી.વી.બસીયાની રાહબરીમાં આ કામગીરી પો.ઇન્સ, જે.ડી.ઝાલા પો.સ.ઇ. ડી.બી.ખેર, એ.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, રવીભાઇ વાંક તથા હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહીર, મોહીતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા, અજયભાઇ ચૌહાણ, ઇન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર, રણછોડભાઇ આલ અને ડ્રા.હે.કો. કૃષ્ણસિંહ જાડેજાએ કરી છે. પ્રાથમીક પરીક્ષણ કરી અભીપ્રાય એફ.એસ.એલ. અધિકારી શ્રી વાય.એચ.દવેએ આપ્યો હતો.

વસીમનો ગુનાહીત ઈતિહાસ:

(૧) કુવાડવા રોડ ૮૨/૨૦ એન.ડી.પી.એસ. કલમ ૮(સી)૨૦(બી) (૨) એ.ડીવી. પો.સ્ટે. ૯૮/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી,૮૫(૧)(૩), (૩) એ.ડીવી. પો.સ્ટે. ૩૨૨/૧૪ આઇ.પી.સી.ક. ૩૭૯, (૪) એ.ડીવી. પો.સ્ટે. ૨૫/૧૮ પ્રોહી કલમ ૬૬(૧)બી,૮૫(૧)(૩), (૫) એ.ડીવી. પો.સ્ટે. ૧૭૫૫/૨૦૨૦ જી.પી.એકટ ૧૩૫ મળી દારૂ, ડ્રગ્સ, ચોરી જેવા પાંચ ગુનામાં પકડાઈ ગયો હતો. 

(10:38 am IST)