Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

એકતામાં તાકાત છે, આપણે છીએ તો સંગઠન છે, સંગઠન છે તો આપણી સુરક્ષા-હકકો સુરક્ષીત છે : હિરેન મહેતા

રેલ્વે મજદુર સંઘની આગેવાનીમાં લડત આદરવામાં આવી હતી : રેલ્વેના કર્મચારીઓની લડતનો વિજય, માંગણીઓ સંતોષાઇ, ભવ્ય વિજયોત્સવ મનાવાયો

રાજકોટઃ વસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના ડિવીઝન સેક્રેટરી હિરેન મહેતાની યાદી મુજબ તેઓ છેલ્લા પાંચ છ દિવસથી કર્મચારીઓની વિવિધ માંગો, સમસ્યાઓ અને કર્મચારીઓ સાથે તેના હકકના અન્યાય વિરોધી અવાજ ઉઠાવી વિરોધ પ્રદર્શન આમરણાંત ઉપવાસ અને અંતિમ પગલામાં ભુખ હડતાળ સુધીની લડત આપેલ. પ્રશાસન તરફથી નિરસ અને નકારાત્મક વલણ માટે કર્મચારીઓનો આક્રોશ અને અસંતોષ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના નેજા હેઠળ હિરેન મહેતાની આગેવાનીમાં કર્મચારીઓએ અવાજ ઉઠાવેલ હતો. જેના પડઘા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર, ચીફ પર્સનલ ઓફીસર સુધી પહોંચ્યા હતા.

 

રેલ કર્મીઓની માંગણીઓ અને સમસ્યા અંગે સતત વાટાઘાટો ચાલતા રહ્યા પરંતુ લેખિત, નક્કર પગલાઓ ન લેવાતા જનરલ મેેનેજરે હિરેન મહેતાને મુંબઇ નિગોશિએશન માટે બોલાવેલ જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ રેલ કર્મચારીઓ સ્વીકારાશે. પ્રમોશન, ફિકસેશન, નાઇટ ડયુટી, ઓવર ટાઇમ, બન્ચીંગ એરીયા વિ. ને આવતા મહિનાના પગારમાં ઉમેરો કરી દેવામાં આવશે. કાર્ય સ્થળ પરની સુવિધાઓમાં આરઓ પ્લાન્ટ પીવાના પાણી માટે લગાડી રહ્યા છે. ટોઇલેટ બાથરૂમ, જયા નહી હોય ત્યાં બનાવવામાં આવશે. ટી.સી.-એસીસી ગાર્ડની રેન્કર, એલડીસીઆઇ કાંટાની પ્રમોશન પરીક્ષાઓ જલ્દીથી લેવામાં આવશે, જરૂરી સેફટીના સાધનો વોટર બોટલ, સૂઝ, ટૂલ રૂમ જેવી જરૂરીયાતો તુરંત પુરી કરવામાં આવશે. એવી લેખીત બાંહેધરી  જનરલ મેનેજર પીસીપીઓ દ્વારા આપવામાં આવેલ.

આજે ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતા એ કર્મચારીઓને છાવણી પર બોલાવેલ જયાં બહોળી સંખ્યામાં એકત્રીત થયેલ કર્મચારીઓને કામદારોની એકતાની જીતની વિસ્તૃત માહિતી આપેલ અને બધાનો આભાર વ્યકત કરતા જણાવ્યુ કે એકતામાં તાકાત છે. આપણે છીએ તો સંગઠન છે અને સંગઠન છે તો આપણી સુરક્ષા હશે, સુરક્ષીત છે. જયારે જયારે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા આહવાન કરવામાં આવે છે ત્યારે આટલા જ ઉત્સાહ સાથે સહયોગ આપવા વિનંતી કરી હતી.

છાવણી ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ જીંદાબાદ કામદાર એકતા જીંદાબાદની નારાબાજી કરવામં આવેલ. હિરેન મહેતાનું અભીવાદન કરી ફુલહારથી સન્માન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે અવની ઓઝા, કેતન જાની, ઇકબાલભાઇ ડી.એસ.શર્મા, શીરાઝભાઇ, ચેતન ઉપાધ્યાય, ભુપેન્દ્ર પંડયા, હિતેષ જાની, મુકેશ મહેતા, કેતન ભટ્ટી, આર.એચ. જાડેજા, સીજુ પીલ્લાઇ, જસ્મીન ઓઝા, શૈલેષ રાઠોડ એકે.તીવારી, જયેશ ડોડીયા, વાસુદેવ હેમલ બદીયાની તથા દક્ષાબેન, જયશ્રીબેન, પુષ્પાબેન ડોડીયા, વિક્રમબા ગઢવી, હિના વ્યાસ, હિના જોશી, મુમતાજબેન, મધુબેન, પ્રજ્ઞાબેન, દિપ્તી સંઘવી, દિપ્તી મેસવાનીયા, ધર્મીષ્ઠા થોરીયા, અવની હુબલ, નિતા પરમાર, પુષ્પાબેન, જયોતિ મેહતા, પુનીતા ચૌહાણ, દિપીકા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)