Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભાજપના જુથવાદની તીવ્ર અસર

કોંગીમાંથી ભાજપમાં જોડાયેલા નિલેષ વિરાણીનો પરાજય

ભાજપમાંથી કોંગીમાં આવેલા ભરત લક્કડ વિજેતા

રાજકોટ, તા. ર :  જિલ્લા પંચાયતની સરધાર બેઠક પર ભાજપના ઉમેદવાર નિલેષ વિરાણીનો ૧ હજારથી વધુ મતે પરાજય થયો છે. તેઓ કોંગી શાસનમાં જીતીને પંચાયત પ્રમુખ બનેલા. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે હારી ગયા છે. ગયા વખતે ભાજપના ઉમેદવાર તરીકે  તેમની સામે હારેલા ભરત લક્કડ આ વખતે કોંગી ઉમેદવાર તરીકે જીતી ગયા છે. પક્ષપલ્ટો ભાજપને નડ્યો છે. કોંગીને ફળ્યો છે.

(3:17 pm IST)