Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગોપાલ ચોક પાસે જૂની અદાવતનો ખાર રાખી રાજુભાઇ બોળીયા પર હૂમલો

ઘર પાસે ઢોર બાંધવા પ્રશ્ને અગાઉ ડખ્ખો થયો'તોઃ કાના અને શિવા ડોંડા સામે ગુનો

રાજકોટ તા. ર :.. યુનિવર્સિટી રોડ પર ગોપાલ ચોક પાસે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારી ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં. ૧૦-ર૦ માં રહેતા રાજુભાઇ કાળુભાઇ બોળીયા (ઉ.૪પ) ગઇકાલે યુનિવર્સિટી રોડ ગોપાલ ચોક પાસેથી જતા હતા ત્યારે કાના ગંગદાસભાઇ અને વિવા ડોંડા બંનેનો ભેટો થઇ જતા કાનો અને શિવાએ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી રાજુભાઇ બોળીયા પર લોખંડનો પાઇપ ફટકારી ડાબા પગમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતાં. બાદ રાજુભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવમાં રાજૂભાઇ બોળીયા અને કાનો ગંગદાસભાઇનું ઘર બાજુબાજુમાં હોઇ, તેથી કાનો તેના ઘર પાસે ઢોર બાંધતો હોઇ તે બાબતે બંને વચ્ચે અઠવાડીયા પહેલા ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી રાજૂભાઇ પર હૂમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રાજુભાઇ બોળીયાની ફરીયાદ પરથી કાનો અને શિવા વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ વી. એમ. ડોડીયા તથા રાઇટર મેહુલસિંહએ તપાસ આદરી છે.

(3:09 pm IST)