Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

૭ મીએ ગોંડલમાં રાજકોટ રૂરલ ક્રિકેટ ટીમની પસંદગી

અન્ડર- ૧૬ ઈન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે

રાજકોટ,તા.૨: રાજકોટ રૂરલ ક્રિકેટ એસો.ની યાદી જણાવે છે કે આગામી અન્ડર-૧૬ ઈન્ટર ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ માટે રાજકોટ રૂરલ ક્રિકેટ  ટીમની પસંદગી તા.૭ માર્ચના રોજ સંગ્રામજી હાઈસ્કુલ ગોંડલ ખાતે સવારે ૮ વાગ્યે રાખવામાં આવેલ છે. જે ખેલાડીઓ તા.૧/૯/૨૦૦૪ પછીના જન્મ હોય તે ખેલાડીએ (૧) જન્મ તારીખ પ્રમાણપત્ર, (૨) બોનાફાઈડ સર્ટી., (૩) આધારકાર્ડ, (૪) છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ સાથે હાજર રહેવા જણાવાયું છે.

(3:06 pm IST)