Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અર્જુન ખાટરિયાનો વિજયઃ જિલ્લા પંચાયતમાં સતત ચોથી વખત ચૂંટાયેલા એકમાત્ર સભ્ય

ઓણુકી મોસમમાં બે જ ચીજ કોરી કટ,એક અર્જુન ખાટરિયા અને બીજો એનો વટ

રાજકોટ તા. ર :.. જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક પર કોંગ્રેસના અગ્રણી શ્રી અર્જુન ખાટરીયા તેમના પ્રતિર્સ્પી ભાજપના શૈલેષ વઘાસીયા સામે ૧ર૧૩ મતે વિજેતા થયા છે. રાજયવ્યાપી ભાજપ તરફી લહેર વચ્ચે પણ તેમણે પોતાની જીતની પરંપરા જાળવી રાખી છે. તેઓનો સતત ચોથી વખત કોંગીના સભ્ય તરીકે જિલ્લા પંચાયતમાં ચૂંટાયા છે. પરિણામનો પ્રવાહ જોતા જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયુ છે પણ ખાટરિયા અણનમ રહ્યા છે.

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી પાંખમાં સતત ચોથી વખત ચૂંટાયેલા તેઓ એકમાત્ર સભ્ય છે. અગાઉ વિપક્ષી નેતા અને કારોબારી અધ્યક્ષ પદે રહી ચૂકયા છે. આ વખતે ફરી વિપક્ષી નેતા બને તેવા સંજોગો છે. જિલ્લામાં કોંગ્રેસની પ્રતિષ્ઠા જાળવવામાં તેમની મહત્વની ભૂમિકા છે. ગયા વખતે તેમના પત્ની અલ્પાબેન જે બેઠક જીતીને પંચાયત પ્રમુખ બનેલા તે જ બેઠક પર આ વખતે તેઓ વિજેતા થયા છે.

(1:06 pm IST)