Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

૧૦ વર્ષ પહેલાના અંજારના ગુનામાં ફરાર શખ્સને રાજકોટથી પકડતી ક્રાઇમ બ્રાંચ

અંજાર કોર્ટએ એરેસ્ટ વોરન્ટ પણ ઇશ્યુ કર્યુ હતું: ટ્રાન્સપોર્ટર મનોજ લુણાગરીયાને રણછોડનગરમાંથી પકડી લઇ અંજાર પોલીસને સોંપાયો

રાજકોટ તા. ૨: અંજાર પોલીસ સ્ટેશનમાં ૨૦૧૧માં નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી હાજર ન થતો હોઇ અંજાર કોર્ટ દ્વારા તેના વિરૂધ્ધ પકડ વોરન્ટ ઇશ્યુ કરાયું હતું. આ શખ્સને રાજકોટ ક્રાઇમ બ્રાંચે રણછોડનગરમાંથી પકડી લઇ અંજાર પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

અંજાર કચ્છ કોર્ટના એડીશનલ ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટશ્રીએ તા. ૧૨/૨/૨૦૨૧ના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. ૧૭૬/૨૦૧૧ આઇપીસી કલમ ૩૭૯ના આરોપી વિરૂધ્ધ એરેસ્ટ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. તે હાલ રાજકોટ તરફ રહેતો હોવાની માહિતી અંજાર પોલીસ તરફથી મળતાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, એએસઆઇ રાજદિપસિંહ ડી. ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, કોન્સ. સ્નેહભાઇ ભાદરકા સહિતે તપાસ આદરતાં આ ગુનાનો આરોપી મનોજ ભીમજીભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૦) હાલ રાજકોટ રણછોડનગર-૧૮ આદિનાથ એપાર્ટમેન્ટ-૨૦૩માં રહેતો હોવાની અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોવાની માહિતી મળતાં તેને પકડી લઇ અંજાર પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શન અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.

(10:43 am IST)