Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પરિચિતને આપેલુ વાહન તે પાછુ ન આપતો હોઇ

નિકાવાના હબીબશાએ રાજકોટ એસપી ઓફિસ પાસે ટર્પેન્ટાઇન પીધું

રાજકોટ તા. ૨: કાલાવડના નિકાવા ગામે રહેતાં અને કલરકામ કરી ગુજરાન ચલાવતાં હબીબશા હુશેનશા શાહમદાર (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે સાંજે પાંચેક વાગ્યે રાજકોટ રૂરલ એસપી કચેરી નજીક દિવાલ પાસે કલરકામમાં વપરાતું ટર્પેન્ટાઇન નામનું કેમિકલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હબીબભાઇએ થોડા સમય પહેલા રાજકોટમાં સામે કાંઠે રહેતાં પોતાના એક ઓળખીતાને વાહન આપ્યું હતું. પરંતુ તે હવે વાહન પાછુ આપતો ન હોઇ હબીબભાઇએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પાંચ છ દિવસ થઇ ગયા પછી પણ અરજીની કોઇ કાર્યવાહી થઇ ન હોવાનું સમજી વૃધ્ધ એસપી ચેરી પાસે પહોંચ્યા હતાં અને ટર્પેન્ટાઇન પી જતાં ઉલ્ટીઓ થવા માંડતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(10:43 am IST)