Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે નિ:શુલ્ક તાલીમ કોર્ષનો ભૂતવડ ખાતે પ્રારંભ

ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ:સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ધોરાજી તાલુકાના ભૂતવડ ગામે શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય બી.એડ.કોલેજ ખાતે નિ:શુલ્ક તાલીમ કોર્ષનો પ્રારંભ ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ કરાવ્યો હતો.

  રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા અનુસુચિત જનજાતિના સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિઃશુલ્ક તાલીમ કોર્ષનું આયોજન ભૂતવડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તાલીમાર્થીઓને રહેવા તથા જમવાની સગવડો રાજયસરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમ્યાન ખાસ કોર્ષની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શૈક્ષણિક તથા શારીરિક તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. આ તાલીમમાં ૫૩ જેટલા નોકરીવાંચ્છુ  ઉમેદવારો જોડાયા છે.

 રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નેતૃત્વમાં નાયબ પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નુ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપી રહયા છે. 

(12:50 am IST)