Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રવિવારે વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પ

સરગમ કલબ અને સૌરાષ્‍ટ્ર મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ દ્વારાદવા, કોલેસ્‍ટ્રોલ, બ્‍લડગ્રુપ નિઃશુલ્‍કઃ નામાંકીત તબીબોની સેવા

રાજકોટઃ સરગમ કલબના ઉપક્રમે આગામી તા.૫/૨ના રવિવારે સવારના ૯થી ૧૨ સુધી સૌરાષ્‍ટ્ર મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલના સહયોગથી જુદા-જુદા રોગોના, વિનામૂલ્‍યે નિદાન કેમ્‍પ રાખેલ છે. આ કેમ્‍પમાં આવનાર તમામ દર્દીઓને વિનામૂલ્‍યે પાંચ દિવસની દવા-કોલેસ્‍ટ્રોલ રિપોર્ટ આરબીએસ ચેકિંગ તેમજ બ્‍લડગ્રુપ વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે.

આ કેમ્‍પમાં જનરલ ફીઝીશ્‍યન-ડો.જયસન ધામેચા, બાળકોના નિષ્‍ણાંત ડો.મયુર કાચા/ ડો.દિક્ષા શાહ, હાડકા અને સાંધાના નિષ્‍ણાંત-ડો.નીરજ દેસાઇ,સ્ત્રીરોગ નિષ્‍ણાંત-ડો.અકાશ ચીકાણી સેવા આપશે.

આ કેમ્‍પમાં જે દર્દીઓને લાભ લેવો હોય તે તમામ દર્દીઓને તા.૫ રવિવારે સવારે ૯ વાગ્‍યે આનંદ મેડીકલ સ્‍ટોરની ઉપર, નાગરિક બેંક ચોક, ભકિતનગર સર્કલ પાસે, ઢેબર રોડ, મો.૯૦૫૪૫ ૩૭૬૮૬ ખાતે પહોંચી જવું. આયોજનમાં ગુણવંતભાઇ ડેલાવાળા, આદિત્‍ય આર.જોશી તેમજ કમિટી મેમ્‍બર જેહેમત ઉઠાવી રહયા છે.

(4:24 pm IST)