Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બજેટ અમને ગમ્‍યુ, સૌને ગમ્‍યુઃ ઉમળકાથી આવકારતા મુકેશ દોશી

રાજકોટ : શહેર ભા.જ.પ.ના પૂર્વ મંત્રી અને સામાજીક અગ્રણી મુકેશ દોશીએ નાણામંત્રી નિર્મલા સિતારમનના અમૃતકાળનું સૌપ્રથમ મધ્‍યમવર્ગ, નોકરીયાતો, આદિવાસીઓ, કિસાનો, યુવાનો, મહિલાઓ સહિત સમાજના દરેક વર્ગના સપના પુરા કરનારા વિકાસલક્ષી ગણવી આવકારતા જણાવેલ છે કે નાણામંત્રીનએ કરદાતાઓ માટે ૭ લાસ સુધીની આવક કરમુકત, પાનકાર્ડને ઓળખપત્ર તરીકેની માન્‍યતા, ૪૭ લાખ યુવાનોને સ્‍ટાઇપેન, પ્રધાનમંત્રી આવાસ યોજના અને દેશના દેવાડાના વિસ્‍તાર સુધી રેલસેવા પહોંચાડવા માટે અત્‍યાર સુધીની સૌથી વધુ રકમની ફાળવણી કરી છે.

એમ.એસ.એમ.ઇ. અને ઇન્‍ડસ્‍ટ્રકચર સેન્‍ટર માટે અપાયેલ છૂટ, દેશના નવા ૫૦ એરોર્ટ, ૧૭૫ નવી મેડીકલ કોલેજો, અર્બન ડેવલપમેન્‍ટ માટેની જાહેરાત, ખેડૂતો, સહકારી મંડળીઓ, મહિલાઓ અને વૃધ્‍ધો માટેની જાહેરાત, વડીલો માટે બચતની સીમા ૧૫ લાખથી વધારીને ૩૦ લાખની કરાય, દેશની મહાનગરપાલિકાઓ પોતાના નગરના વિકાસ માટે બોન્‍ડ બહાર પાડી શકશે. ઇલેકટ્રીક વાહનો સસ્‍તા થશે. સહિતની લોકકલ્‍યાણ લક્ષી જાહેરાતને બિરદાવી નાણામંત્રીને અભિનંદન પાઠવેલ છે. તેમ મુકેશ દોશી જણાવે છે.

(4:22 pm IST)