Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અદાણી ગ્રુપનો FPO કેન્‍સલ થતા બજાર ઉપર ખરાબ અસર જોવા મળવાનો ભય : પ્રાયમરી માર્કેટની હાલત ડામાડોળ

આવનારા દિવસો શેરબજાર માટે કપરા હોવાનો સંકેત : નવુ ફંડ મેળવવા માંગતી કંપનીઓ વિચાર કરશે...

  રાજકોટ,તા.૨ : હાલ શેરબજાર માં ખાસ કરીને પ્રાયમરી માર્કેટમાં જબરી ઉથલ પાથલ જોવા મળી રહી છે. પ્રાયમરી માર્કેટમાં નવો ઇતિહાસ બની ગયો છે. ૨૦૦૦૦ કરોડ નો fpo પૂર્ણ રૂપે ઓવર સબ સ્‍ક્રાયબ થય જવા છતાં કેન્‍સલ કરવામાં આવ્‍યો છે. બજેટના દિવસેજ અદાણી ગ્રુપના શેરોમાં મોટી વેચવાલી નીકળતા ગ્રુપના શેરોમાં નીચલી સર્કિટો લાગતી જોવા મળતી હતી એકતબકે અદાણી એન્‍ટર પ્રાઈઝ નો શેર આશરે ૩૫% તૂટયો હતો. આવી પરિસ્‍થિતિમાં જાન્‍યુઆરીની ૩૧ તારીખે અદાણી એન્‍ટર પ્રાઇઝ નો fpo  પૂરો થયો હતો જે સંપૂર્ણ ઓવર સબસ્‍ક્રાઇબ થઈ જવા છતાં કંપનીને fpo કેન્‍સલ કરવાની ફરજ પડી છે. fpo માં ૩૨૭૬ શ્વત માં શેરો ની ઓફર થયેલી પરંતુ બજારમાં શેર એક તબકે ૧૯૫૧ રૂપિયા માં મળતો હતો. જાકે fpo માં રિટેલ ઇન્‍વેસ્‍ટર્સ દ્વારા કોઈ ખાસ બીડ થઈ હતી નહી. ફક્‍ત ગ્રે માર્કેટમાં જે સોદા થયેલા તેટલીજ બીડ ફક્‍ત રિટેલ કેટેગરી માં જોવા મળતી હતી. fpo ફક્‍ત કયુ આઈ બી કેટેગરી માં અને એન આઈ આઈ કેટેગરીમાજ્‌ વધારે ભરાયો હતો.

   અદાણી એન્‍ટર પ્રાઇઝ ના fpoના કેન્‍સલ થવાની ખરાબ અસર બજાર પર જોવા મળશે. શેરબજાર માટે આ એક મોટો આંચકો છે. અદાણી ગ્રુપ ની ઘણી બધી કંપનીઓ ના શેરો ના ભાવો તૂટી રહ્યા છે. શેરબજાર ના એક મોટા ગ્રુપની હાલત ખરાબ થતા બજાર પર એક નવું પ્રેસર બનશે. જો આ પરિસ્‍થિતિ માંથી અદાણી ગ્રુપ બહાર આવશે તોજ બજારમાં નવી તેજી થશે. પ્રાયમરી માર્કેટની તો હાલત વધારે ખરાબ થશે. કારણકે આવી દિગજ કંપની ઓના fpo પણ કેન્‍સલ કરવા પડતા હોઈ નાની - નાની કંપનીઓ ipo લાવવાની હિંમત જ નહી રહે.    શેર બજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર આવનાર દિવસો શેરબજાર માટે કપરા હશે. ખાસ કરીને નવું ફંડ મેળવવા માંગતી કંપનીઓ ipo લાવતા વિચાર કરશે. અને રોકાણકારો પણ fpo - ipo ભરતા પહેલા કંપની વિશે સંપૂર્ણ અભ્‍યાશ કરીનેજ રોકાણ કરશે. પરિસ્‍થિતિ સુધરતાં થોડો ટાઈમ લાગશે તેવી શકયતા વધારે છે.

(5:29 pm IST)