Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બેંકો મારફત બે લાખ સુધીની લોન

રોજગાર વાંચ્‍છુકોની દ્વારે મનપા : એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭ ટકા ઉપરના વ્‍યાજની સબસીડીઃ વધુ માહિતી માટે NULM CELL નો સંપર્ક કરવો

રાજકોટ,તા.ર : મહાનગરપાલિકા પ્રોજેક્‍ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાંચ્‍છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્‍યોદય યોજના - રાષ્‍ટ્રીય શહેરી આજીવિકામિશન યોજનાનાં સ્‍વરોજગાર બેં

કેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. ૨ લાખ ની મહત્તમ મર્યાદામાં રાષ્‍ટ્રીયકળત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭ ટકાથી વધુ વ્‍યાજ ઉપર વ્‍યાજ સબસીડી મળવાપાત્ર છે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવામાં આવું છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ.અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકારશ્રી પુરસ્‍કળત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે.લોનમાં ૭ ટકાથી ઉપરના વ્‍યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫વર્ષ થી ૭ વર્ષ રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્‍યાન ડૉ.આંબેડકરભવન ફશ્‍ન્‍પ્‍-ઘ્‍ચ્‍ન્‍ન્‍ રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો

 

(4:08 pm IST)