Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બજેટ દ્વારા સંપૂર્ણ વિકસીત નૂતન ભારતના નિર્માણ માટે પ્રચંડ ગતિ- શકિત સાથે આગેકૂચ

ઉદાર બજેટ માટે નરેન્‍દ્રભાઈ મોદીને ધન્‍યવાદ, નિર્મલાજી સિતારામનને અભિનંદનઃ રાજુભાઈ ધ્રુવ

 

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વની કેન્‍દ્ર સરકારના નાણાંમંત્રી શ્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્‍દ્રીય બજેટને   રાજુભાઇ ધ્રુવે દેશને ઉજ્જવળ ભવિષ્‍ય તરફ લઈ જનારૂં બજેટ ગણાવી આ બજેટ ને  ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્‍યમવર્ગીય પરિવારોના હિતોને ધ્‍યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્‍પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, ગ્રામીણ વિસ્‍તારો,દેશના વિશાળ સહકારી ક્ષેત્ર નો વિકાસ કરનારૂં ગણાવી આ કેન્‍દ્રીય બજેટ માં મધ્‍યમ વર્ગો, મહિલાઓ, વરિષ્‍ઠ નાગરિકો સહિત છેવાડાના ના માનવી  માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને તે બદલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી નો આભાર માન્‍યો છે.

શ્રી ધ્રુવે જણાવ્‍યું છે કે, નાણામંત્રી દ્વારા દેશના કરોડો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંકલ્‍પ સૌને આવાસનીની ઇચ્‍છાશક્‍તિને સાકાર કરશે.  આ ઉદાર બજેટ દ્વારા દેશના તમામ વિસ્‍તારોના તમામ લોકો માટે રોજી રોટી માટે આવક મેળવવાના  તમામ પ્રકારના  વાણિજય-વેપાર ક્ષેત્રે નાના મોટા તમામ  પ્રકારના વેપાર ઉદ્યોગો ને   ગતિ પ્રગતિ આપવાનો આગવો પ્રયાસ વડાપ્રધાનશ્રીના ગળહરાજ્‍ય  ગુજરાતના વેપાર-લઘુ-મધ્‍યમ-મોટા ઉદ્યોગ-વાણિજ્‍ય-વ્‍યાપાર માટે લાભદાયી નિવડશે. મધ્‍યમવર્ગીય પરિવારોને ઇન્‍ક્‍મટેક્ષમાં રાહત સહિત ની અન્‍ય ઉદાર જોગવાઈઓ આપવા સાથેનું આઝાદીના અમળત કાળનું આ બજેટ મેઘધનુષ્‍ય જેવું વિકાસના તમામ રંગો દર્શાવનારૂં સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ ભર્યા નેતળત્‍વમાં આત્‍મનિર્ભર-સશકત ભારતની નેમ સાકાર કરશે. તેમ અંતમાં જણાવ્‍યું છે.

(4:04 pm IST)