Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કુવાડવા પાસે રૂા. ૪.૭૩ લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્‍થો ભરેલી બોલેરો સાથે મેરાજ પકડાયો

ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. શૈલેષભાઇ નેચડાની બાતમીઃ બનાસકાંઠાના મલુપુરના મેરાજ જીયોડની ધરપકડઃ દારૂની ૮૭૬ બોટલ અને ૧૩ર૦ બીયરના ટીન તથા બોલેરો પીકઅપ મળી રૂા. ૮.૩૩ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા. ર :.. કુવાડવા ગામ નજીક ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૪.૭૩ લાખના વિદેશી દારૂ અને બીયરનો જથ્‍થો ભરેલી બોલેરો પીકઅપ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા ગામ પાસે અમદાવાદ તરફથી વિદેશી દારૂનો જથ્‍થો ભરેલી બોલેરો પીકઅપ નીકળવાની હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, કોન્‍સ. શૈલેષભાઇ નેચડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે કુવાડવા રોડ પર વોચમાં હતાં. ત્‍યારે કુવાડવા ગામ નજીક પસાર થતી જીજે-૩-બીડબલ્‍યુ-૧૮૧૭ નંબરની બોલેરો પીકઅપને રોકી તલાસી લેતા બોલેરોની પાછળના ભાગે રૂા. ૩,૪૧,૪૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૮૭૬ બોટલ અને રૂા. ૧,૩ર,૦૦૦ ની કિંમતના ૧૩ર૦ બીયરના ટીન મળી આવતા બોલેરો ચાલક મેરાજ રામજીભાઇ જીચોડ (ઉ.વ.ર૭) (રહે. બનાસકાંઠા, થરાદના મલુપુરગામ)ને પકડી લીધો હતો. અને પોલીસે વિદેશી દારૂ તથા બીયરનો જથ્‍થો બોલેરો પીકઅપ મળી રૂા. ૮,૩૩,૪૦૦ નો મુદામાલ કબ્‍જે કરી તપાસ હાથ ધરી છે.

આ કામગીરી પીઆઇ. વાય. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને શૈલેષભાઇ નેચડા દ્વારા કરવામાં આવે છે.

(4:02 pm IST)