Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

શ્રી વિશ્વકર્માપ્રભુ જન્‍મ જયંતી

સૃષ્‍ટિના સ્‍થપતિ પ્રભુશ્રી વિશ્વકર્મા દાદાને નમન,આપ છો સ્‍થપતિ દુનિયા છે આપનો ચમન

દેવ પરંપરામાં અન્‍ય દેવો સાથે વિશ્વકર્મા પ્રભુજીનું સ્‍થાન ઘણું જ અગત્‍યનું છે. આજે પણ વિશ્વકર્મા સંતાનો આદરભાવ સાથે એમનું સન્‍માન અને પુજન અર્ચન કરે છે. શ્રીવિશ્વકર્માજીનો એક મંત્ર પણ છે. ૐ શ્રી વિશ્વકર્મણે નમઃ આ મંત્ર ઉપાસના મંત્ર છે, પરંતુ સાદા પૂજન અર્ચન અને ગીતો ગાવાં, જવારાને જળ વિસર્જન કરાવવું, મંદિરે દર્શને જવું એવી પ્રણાલીઓ પણ છે. દેવોની વિનંતી પ્રમાણે વિશ્વકર્માજીએ અનેક નિર્માણ કાર્યો કરી આપ્‍યા છે.

આપની મમતા, સમતા કોઇ ન પામી શકેઃ જેમ આ વિશાળ ધરા, ને આ અગાધ ગગન.

શ્રી વિશ્વકર્મા વંશીઓ મનુ, મય, ત્‍વષ્‍ટા, શિલ્‍પી, દેવજ્ઞ અને અનુયાયીઓ અમાસના દિવસે કામકાજ બંધ રાખીને શ્રી વિશ્વકર્માજીનું પૂજન-અર્ચન કરે છે અને ધ્‍યાન ધરે છે. ભગવાન વિશ્વકર્માએ જગતના સુખ અને કલ્‍યાણ માટે અનેક કાર્યો છે. તેમના કાર્યોની બરોબરીએ હજુ કોઇ પહોંચ્‍યુ નથી.

વિવિધ પ્રકારના ઘાટ ઘડયાં છે આપે વિભુ! આપની આ અકળ લીલા ન પામી શકે મન.

શ્રી સ્‍કંદ મહાપુરાણમાં ભગવાન શિવ ત્‍યાં સુધી કહે છેઃ શ્રી વિશ્વકર્માથી પૃથ્‍વી કામધેનુ બની. તેના દ્વારા થયેલ શિલ્‍પ અને વિજ્ઞાનથી સંસારના મનુષ્‍યની ઇચ્‍છાઓની પૂર્તિ કરવા લાગ્‍યા, વેદાદિશાષાોથી જણાય છે કે, સૃષ્‍ટિમાં આદિ ભગવાન વિશ્વકર્મા થયા

અશાંતિ ને કષ્‍ટો વધ્‍યા છે વસુંધરા ઉપર, આપના નિર્મળ પ્રેમથી કરો આ બધુ શમન, બે કર જોડી નટવર વિનવે છે આપને, પૃથ્‍વી પર થશે કયારે આપનું આગમન?

નટવર આહલપરા

રાજકોટ મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

(4:32 pm IST)