Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ટોપટેનમાં બી.જી.ગરૈયાકોલેજની વિદ્યાર્થીની પ્રથમઃ ૮ વિદ્યાર્થી ઝળકયા

રાજકોટ તા. રઃ સૌરાષ્‍ટ્ર યુનિ.ના ટોપ ૧૦ માં હાઇવે ત્રંબા પાસે આવેલ બી. જી. ગરૈયા હોમીયોપેથીકના કોલેજના વર્ષે ર૦ર૧-રર ના ચોથા વર્ષના વિદ્યાર્થીઓએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પરિણામમાં જવલંત સફળતા મેળવેલ છે. સૌરાષ્‍ટ્ર યુનિ. ના ટોપ-૧૦ માં પ્રથમ ક્રમ બી. જ ી. ગરૈયા હોમીયોપેથીક કોલેજની વિદ્યાર્થીની સખીયા કૃશાંગી એ મેળવેલ હતો. આ પ્રથમ ક્રમ મેળવા બદલ તેને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલ હતો.

ઉપરાંત યુનિ.માં આઠ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ઉત્‍કર્ષ રિઝલ્‍ટ સાથે યુનિવર્સિટી પ્રથમ ક્રમે (૧) સખીયા કૃશાંગી રમેશભાઇ, (ર) યુનિ. તૃતીય ક્રમે વણઝારા એઝાઝ અહમદભાઇ (૩) યુનિ. પાચમાં ક્રમે ગઢીયા ધારાબેન જેતેન્‍દ્રભાઇ, (૪) યુનિ. આઠમા ક્રમે દુબે શુભમ બલરામભાઇ, (પ) યુનિ. અગિયારમાં ક્રમે તેરવડીયા આસિફ મુસ્‍તાકભાઇ, (૬) યુનિ. પંદરમાં ક્રમે સાંગાણી નિરાલી રમેશભાઇ, (૭) યુનિ. સત્તરમાં ક્રમે સાવલિયા ધ્રુવિષા ભાનુભાઇ, (૮) યુનિ. ઓગણીસમાં ક્રમે ભદરકા ચેતન હિરાભાઇનો સમાવેશ થાય છે.

આ કેમ્‍પસમાં બી. જી. ગરૈયા હોમીયોપેથીક કોલેજ તથા આયુર્વેદ કોલેજ ચાલે છે. હાલ આ કેમ્‍પમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ મેડીકલ અભ્‍યાસ કરી રહ્યા છે.

યુનિવર્સિટીમાં નંબર મેળવનારને સંસ્‍થાના ટ્રસ્‍ટી ગરૈયા વનરાજભાઇ, ગરૈયા રામભાઇ, એભલભાઇ, મનોજભાઇ તથા મેહુલભાઇ એ ખુબ ખુબ અભિનંદન પાઠવેલા હતા. કોલેજના આચાર્ય ડો. ક્રિષ્‍ના સાહ તથા ડો. મંઘર સરે પણ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:56 pm IST)