Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રજવાડી ફેમીલી કલબ દ્વારા ૭ દીકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્ન

રાજકોટઃ રજવાડી ફેમિલી કલબના પ્રેસિડેન્‍ટ મનીષભાઇ પ્રજાપતિ દ્વારા સાતમી વખત દીકરીઓના સમુહલગ્નનું આયોજન નાના મૌવા રોડ ખાતે ૧૩મી માર્ચના રોજ થવાનું છે. જેના નામ માટેની નોંધણી શરૂ થઇ ચૂકી છે. તા.૧ માર્ચ સુધીમાં નામ નોંધવી દેવા આ અંગે વધુ માહિતી માટે મો.૭૨૦૨૦ ૧૭૦૦૦/ ૭૨૦૨૦ ૭૧૦૦૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલું છે.

(3:55 pm IST)