Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્‍માન યોજનાને હર્ષભેર વધાવતુ વિશ્વકર્મા ફાઉન્‍ડેશન

રાજકોટ, તા. ર :  નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું બજેટ રજૂ કરતી વખતે એક મોટી યોજનાની જાહેરાત કરી છ. આ યોજનાનું નામ PM VIKS એટલે કે ‘‘પ્રધાનમંત્રી વિશ્વકર્મ કૌશલ સમ્‍માન'' આ યોજનાનો લાભ દેશની મોટી વસ્‍તી ધરાવતો સમાજ વિશ્વકર્મા સમાજને મળશે. તેમજ જણાવી વિશ્વકર્મા ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા ખુશી વ્‍યકત કરવામાં આવી છે.

વિશ્વકર્મા સુમદાય હેઠળ દેશની ૧૪૦ થી વધુ જાતિઓ આવે છે. તે દેશની એક મોટી વસ્‍તીને આવરી લે છે. આ યોજના પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્‍માન હેઠળ કેન્‍દ્રીય બજેટમાં પરંપરાગત કારીગરો અને શિલ્‍પાકારો માટે નાણાંકીય સહાયતા પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તેનો ધ્‍યેય તેમને એમ.એસ.એમ. ઇ મૂલ્‍ય શ્રુંખલા સાથે જોડવાનો છે. કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે યોજના જાહેર કરતા કહ્યું કે પીએમ વિશ્વકર્મા કૌશલ વિકાસ યોજના હેઠળ કારીગરોને માત્ર નાણા જ નહીં પરંતુ નવી તકનીકો પણ પુરી પાડવામાં આવશે. હાથથી વસ્‍તુઓ બનાવતા કારીગરોને પણ બેંક પ્રમોશન માટે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય બેંકો સાથે જોડવામાં આવશે.

આ વિશેષ યોજના વિશ્વકર્મા કારીગરોના કૌશલ્‍યથી પ્રગતિ સાથે તેમને સામાજીક સુરક્ષા પ્રદાન કરશે અને તેમની કળાને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે લઇ જવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સમ્‍માન યોજના સમગ્ર વિશ્વકર્મા સમાજના સશકિતકરણના આ પગલા બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પાર્ટીનો શ્રી વિશ્વકર્મા ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા એક યાદીમાં આભાર વ્‍યકત કરાયો છે.

(3:54 pm IST)