Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

શનિવારે કરાઓકેનો નવતર શોઃ ૩ાા કલાકનો સંગીત કાર્યક્રમ

ડો.આસિત ભટ્ટ અને તેની ટીમનું આયોજનઃ સંગીતપ્રેમીઓને નિઃશુલ્‍ક પ્રવેશ

રાજકોટઃ  કરાઓકેનો વન મેન શો કરતા ડો.અસિતભાઈ ભટ્ટ (મો.૮૩૨૦૮ ૦૫૪૪૧) જે આગામી શનિવારે એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જેઓ ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ નામના બે એવોર્ડ પણ ધરાવે છે.આગામી તા.૪ને શનિવારે ઈવનિંગ પોસ્‍ટ (સિનિયર સિટીઝન પાર્ક, જયુબિલી બાગ સામે) ખાતે સાંજે ૫: ૩૦ થી ૯ સતત સાડા ત્રણ કલાકનો કરાઓકે ડયુએટ એટલે કે હિન્‍દી ફિલ્‍મના યુગલ ગીતોનો ખાસ શો પેશ કરશે.આ કાર્યક્રમને સફળ બનાવવા નોન પ્રોફેશનલ સિંગરો  મહેશભાઈ દુદકિયા, સંજયભાઈ ટાંક, રમેશભાઈ ડૈયા, માણસુરભાઈ ડાવેરા, ફિરોઝભાઈ કારિયા (મો.૯૮૨૫૩ ૪૦૬૨૧), શિતલબેન કારિયા, નીતાબેન ઉપાધ્‍યાય, મીતાબેન કટારીયા, મીનાક્ષીબેન ભટ્ટ અને જયોતિબેન ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:54 pm IST)