Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સમ્રાટ બેડીયાના સ્‍મરણાર્થે શનિ-રવિ લોકલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

મહર્ષિ વાલ્‍મીકી યુવા સેવા ટ્રસ્‍ટ અને સ્‍વામી શ્રધ્‍ધાનંદ વિસ્‍તાર દ્વારા

રાજકોટઃ મહર્ષિ વાલ્‍મીકી યુવા સેવા ટ્રસ્‍ટ અને સ્‍વામી શ્રધ્‍ધાનંદ વિસ્‍તાર દ્વારા સ્‍વ.સમ્રાટ (બબલુ) ભરતભાઇ બેડીયાના સ્‍મરણાર્થે લોકલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન શહેરના ડી.એચ.કોલેજના ગ્રાઉન્‍ડમાં આગામી તા.૪/૨થી ૫/૨(શનિ-રવિ) સવારે ૮થી સાંજના ૬ સુધી કરવામાં આવેલછે.

આ ટુર્નામેન્‍ટમાં રાજકોટ વાલ્‍મીકી સમાજની લોકલ ટીમો ભાગ લઇ રહી છે. આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ પારસભાઇ બેડીયા(મો.૯૪૦૮૧ ૮૬૦૧૮), સંદીપભાઇ સોઢા, વિશાલભાઇ બેડીયા, આનંદભાઇ ગોરી, રાજેન્‍દ્રભાઇ વાઘેલા, અપ્‍પુભાઇ વાઘેલા, દીપુભાઇ રાઠોડ, કાનોભાઇ બેડીયા, કેતનભાઇ ઝાલા, રાહુલભાઇ વાઘેલા, સચિનભાઇ ડી.પરમાર, વિરાજભાઇ મકવાણા, વિવેકભાઇ બેડીયા, કરણભાઇ ઝાલા, રાજાભાઇ વાઘેલા, આકાશભાઇ પરમાર તેમજ સમાજના પટેલ પ્રવીણભાઇ વાઘેલા જહેમત ઉઠાવી રહયા છે.

(3:53 pm IST)