Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કેન્‍દ્ર સરકારના બજેટને આવકારતા સમીર ખીરા

રાજકોટ, તા.૨: ભારત સરકારે જયારે સાલ ૨૦૪૭ને ધ્‍યાનમાં રાખીને ભારતને પ્રગતિના પંથે વિશ્‍વગુરૂ બનાવવાનો નિરધાર કર્યો છે. જેની અનુરૂપ ગરીબ, ખેડુત અને મધ્‍યમવર્ગને મજબુત બનાવવા માટે પ્રયાસો કરેલા છે. સમગ્ર વિશ્‍વ જયારે ત્રીજા વિશ્‍વયુધ્‍ધ તરફ ફંટાઇ રહ્યુ છે ત્‍યારે ભારત તે પોતાની આત્‍મરક્ષા માટે સંરક્ષણ બજેટમાં તોતીંગો વધારો કરી અને એક મજબુત રાષ્‍ટ્રના નિર્માણ માટે વધુ એક કદમ ઉઠાવ્‍યુ છે. આપણા દેશના દીર્ઘદ્રષ્‍ટા માન.વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તથા નાણાપ્રધાન શ્રીમતિ નિર્મલા સીતારામનનાં વિધાયક દ્રષ્‍ટિકોણથી દેશ ખુબ પ્રગતિ કરશે તેવી આશાવાળુ બજેટ છે. બજેટની પૂર્વસંધ્‍યાને ભારત દેશના આપણા મહામહીમ રાષ્‍ટ્રપતિ શ્રીમતિ મુર્મુજીનું રાષ્‍ટ્રજોગ પ્રવચન આ વાતની સાક્ષી પુરે છે. ખેડુતવર્ગ, ગરીબવર્ગ, મધ્‍યમવર્ગ, વેપારીવર્ગનાઓને ખુબ લાભ થવા જઇ રહ્યો છે ત્‍યારે કેન્‍દ્ર સરકારનું આ બજેટ આવકાર્ય અને ખુબ પ્રશંસનીય બજેટ છે તેવુ સ્‍પષ્‍ટપણે જણાવતા રાજકોટના સરકારી વકીલ શ્રી સમીરભાઇ ખીરાનું જણાવવું છે.

(3:53 pm IST)