Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ક્ષણોના કાફલાને પળમહી ઠારી ગયુ મૃત્‍યુ, વિષમ સૌ વેદનાઓને સહજ મારી ગયુ મૃત્‍યુ

રાજકોટ : અકિલા પરિવારના શ્રીમતિ વીણાબેન અજીતભાઇ ગણાત્રાનો દેહવિલય થતાં આજે પ્રાર્થનાસભા બાદ ઉપસ્‍થિત કુટુંબીજનો સહિત સગા સબંધીઓ સૌએ કરૂણ ગીતના સંગાથે શ્રધ્‍ધાંજલિ અર્પી હતી. ગણાત્રા પરિવારના કિરીટભાઇ, સુરેશભાઇ, અજીતભાઇ, રાજુભાઇ, નિમીષભાઇ વગેરેએ સાંત્‍વના આપનાર સૌનો ઋણ સ્‍વીકાર કરેલ. જાણીતા ગાયક બીમલ શાહ અને તેમના સાથીદારોએ પ્રાર્થનાસભામાં પ્રસંગની અનુરૂપ હૃદયસ્‍પર્શી ગીતો રજૂ કર્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:52 pm IST)