Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મનપાનું બજેટ વાસ્‍તવિકઃ ૯૦ ટકા કામો સિધ્‍ધ થશેઃ અમિત અરોરા

મ્‍યુનિ.કમીશ્નરે અંદાજપત્રને શહેરની પ્રગતિનું પત્રક ગણાવ્‍યુ સેન્‍ટ્રલ ઝોન સિવિક સેન્‍ટર, આધાર કેન્‍દ્ર આધુનિક બનાવાશેઃ બજેટમાં નાની પણ મહત્‍વની જોગવાયો

રાજકોટ તા. ર : મનપાના વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટને જનર બોર્ડની મંજુરી મળ્‍યા બાદ બજેટની યોજનાઓ, ડ્રેનેજ, આરોગ્‍ય કેન્‍દ્ર સહિતના વિકાસ કામો તુરંતમાં શરૂ કરવાની મ્‍યુ.કમિશ્નર અમિત અરોરાએ ખાત્રી આપી હતી.

મનપાના વર્ષર૦ર૩-ર૪ નું બજેટ મ્‍યુ.કમિશ્નર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન ચુષ્‍કર પટેલને સુપ્રત કર્યુ હતું.આ બજેટનો સ્‍ટેન્‍ડીંગ કમીટી અભ્‍યાસ કરી જરૂરી સુધારા વાધારા સાથે જનર બોર્ડમાં મંજુરી અર્થે મોકલશે.

આ અંગે મ્‍યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્‍યુ હતું કે, વર્ષ ર૦ર૩-ર૪ નું મનપાનું બજેટ જનરલ બોર્ડમાં મંજુરી મળ્‍યા બાદ આ બજેટમાં સમાવેશ ડ્રેનેજ, આરોગ્‍ય કેન્‍દ્ર સહિતના કામો અને વિવિધ યોજનાઓ પેન્‍ડીંગ નહી રહે. એપ્રિલ મહિનાથી જ આ લોક ઉપયોગી વિકાસ કામોના વર્ક ઓર્ડર આપી દેવા કવાયત હાથ ધરવામાં આવશે.

મ્‍યુ.કમિશ્નરે વધુમાં જણાવેલ કે, આ આ બજેટ વિકાસશીલ રાજકોટની પાંખો વધુ પ્રસરાવશે. આ બજેટ શહેરમાં નવા સમાવેશ થયેલ વિસતારોમાં, જુનુ રાજકોટ સહીતના વિસ્‍તારોમાં વિકાસના કામોને વેગ આપનારૂ છે. શહેરની રંગીલી પ્રજા માટે પ્રદ્યુમન પાર્ક ઝુ નજીક લાયન સફારી બનાવાશે. જેથી લોકોને ફરવાના વધુ એક સ્‍થળની આ બજેટ દ્વારા ભેટ મળશે.

ઉપરાંત ર૦રર-ર૩ ના બજેટમાં શહેરને હરિયાળુ બનાવવા માટે ૩પ૦૦ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હતો, જે ગત અઠવાડીયા સુધીમાં ર હજારને પાર કરી ગયો છે. હજુ પણ બે માસ જેટલા સમયમાં આ લક્ષ્યાંકની વધુ નજીક પહોંચવા પ્રયાસ કરાશે. સાથે જ ર૦ર૩-ર૪ ના બજેટમાં વૃક્ષનું જતન થાય અને કાપવામાં ન આવે તે માટે ઝાડને કાપનારને પ થી ૧૦ હજારના દંડનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ બજેટ લોકોનું બજેટ બની રહે તે માટે અધિકારીઓને પણ ખાસ સુચના આપવામાં આવી છે. જેથી યોજના ગ્રાઉન્‍ડ લવેલે સાકાર બને અને પ્રજાને તેનો લાભ મળે. આ બજેટથી મનપાની તિજોરી ઉપર પડતો બોજ પણ હળવો કરવા પ્રયાસ કરાયાનું અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

અમિત અરોરાએ અંતમાં જણાવેલ કે બજેટમાં નાની પણ મહત્‍વની જોગવાઇ કરવામાં આવી છે જેમાં સેન્‍ટ્ર ઝોન સિવીક સેન્‍ટર અને આધાર કાર્ડનુ રીનોવેશન કરી વધુ સારૂ અને સુવિધાઓ પુર્ણ બનાવી લોકોની સુખાકારીનુ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે.

(3:42 pm IST)