Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઢેબર રોડ-જ્‍યુબેલી-ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ૩૦ રેકડી-કેબીનના દબાણો હટાવાયા

શહેરના વિવિધ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય, સામાજીક સંસ્‍થાના ૨૮૪ બોર્ડ, બેનરો તથા ૩૨૮ કિલો શાકભાજી, ફળ જપ્‍ત : ૯૩ હજારનો વહીવટી ચાર્જ વસુલ : મનપાની દબાણ શાખા ત્રાટકી

રાજકોટ,તા.૨ :  મનપા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૪૦ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ,૩૨૮ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્‍ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા તા.૩૦ જાન્‍યુઆરી થી ૧ ફેબ્રુઆરી સુધીમાં શહેરના રસ્‍તા પર નડતર રૂપ ૧૩ રેકડી તે  / ઢેબર રોડ, જ્‍યુબેલી, નંદનવન રાણી રોડ, ધરાર માર્કેટ, એસ.કે.ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી  અન્‍ય ૨૭ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી જે ઢેબર રોડ, ગાયત્રીનગર, ભક્‍તિનગર સર્કલ ગિતામંદિર પાસે,ધર્મેંદ્ર રોડ, એસ.કે.ચોક,રામનાથ પરા, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ,સાધુવાસવાણી રોડ, પારેવડી રોડ,સંતકબીર રોડ, જીવરાજ પાર્ક પરથી જપ્ત કરવામાં આવી હતી, ૩૨૮ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને રેલ્‍વે જંકશન રોડ, કોર્ટ ચોક,પુષ્‍કરધામ, પારવેડી રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૪૩,૦૦૦/-વહીવટી બહુમાળીભવન, ઢેબર રોડ, એસ.કે.ચોક, લાખાજીરાજ રોડ, મોરબી રોડ, યુનિ.રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૫૦,૬૫૫/- મંડપ ચાર્જ જે મોરબી રોડ, યુનિ.રોડ પરથી વસુલવામાં આવ્‍યો છે. આ ઉપરાંત વિવિધ વિસ્‍તારમાંના  મંજુરી વિનાના ૨૮૪ બોર્ડ-બેનર તે  ઢેબર રોડ, ભાવનગર રોડ, પરથી જપ્ત કરવામા આવ્‍યા હતા.

(3:38 pm IST)