Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

માધાપર ચોકડીએ રેસ્‍ટોરન્‍ટ-હોટલો-કેબીનો-દુકાનો-ખાનગી ટ્રાવેલ્‍સ-ગાડીઓ- ઓટોના બેફામ દબાણો

કલેકટરને ફરીયાદો : કલેકટર ટુંકમાં કોર્પોરેશન-એસ.ટી.-પોલીસ-આર.ટી.ઓ.ને સાથે રાખી ઓપરેશન હાથ ધરશે

રાજકોટ, તા. ર : રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ આજે માધાપર ચોકડી પાસે બની રહેલ બ્રીજ અને ટ્રાફિક પ્રશ્ને તથા બેફામ દબાણો અંગે ફરીયાદો થઇ, ધ્‍યાને દોરાયું હતું.

માધાપર ચોકડીના જામનગર તરફ જવાના, ૧પ૦ ફૂટ રીંગ રોડ તરફ જવાના, રાજકોટ બાજુ જવાના અને મોરબી રોડ તરફ જવાના ચારેય રસ્‍તા ઉપર ૧ હજારથી ર હજાર ચો.મી. જગ્‍યાઓ ઉપર બેફામ દબાણો થયા છે, રેસ્‍ટોરન્‍ટ, ચાની લારીઓ-ઇકો અને કારવાળાઓના દબાણો ઉભા થઇ ગયાનું બહાર આવ્‍યું છે, પરીણામે ભારે ટ્રાફિક સમસ્‍યા સર્જાય રહી છે, એટલુ જ નહી એસટીને પોતાને  બસ સ્‍ટેન્‍ડની જગ્‍યામાં પાર્કિગ કરવામાં ભારે મુશ્‍કેલી ઉભી થઇ છે, કલેકટર પણ આ અંગે વિગતો જાણી ચોંકી ઉઠયા હતા. પત્રકારો સમક્ષ નિર્દેશ આપતા જણાવેલ કે, ટુંક સમયમાં પોલીસ-આર.ટી.ઓ.- આર. એમ.સી.- આર એન્‍ડ બી ને સાથે રાખી : તમામ દબાણો દૂર કરવા કાર્યવાહી થશે.

(3:38 pm IST)