Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

હરિ ધવા રોડ પર કાર સાથે બોલેરો અથડાવી ‘આજ તો પતાવી જ દેવા છે' કહી તોડફોડ

બોલેરો અને સ્‍વીફટમાં આવેલા શખ્‍સોએ ધોકાવાળી કરી કારમાં તોડફોડ પણ કરીઃ વેરસલ બકુત્રાની ફરિયાદઃ તેના નાના ભાઇને જમીન મામલે ચાલતી માથાકુટમાં હુમલો થયાની શંકા

 

રાજકોટ તા. ૨: હરિધવા રોડ પર કોઠારીયા ચોકડીએ રહેતાં યુવાનની કાર સાથે અજાણ્‍યા શખ્‍સે બોલેરો અથવાડી ધોકા સાથે બહાર આવી તેમજ સ્‍વીફટ કારમાં આવેલા બે શખ્‍સે ધોકા સાથે ઉતરી   આજે તો તમને પતાવી જ દેવા છે' તેમ કહી ધમકી આપી કારમાં તોડફોડ કરતાં ફરિયાદ થઇ છે. આ યુવાનના ભાઇને કાળીપાટની જમીન મામલે બે શખસો સાથે વિવાદ ચાલતો હોઇ એ શખ્‍સોએ આ માણસોને મોકલ્‍યાની શંકા દર્શાવાઇ છે.

આ બનાવમાં પોલીસે કોઠારીયા ચોકડીએ રાધામીરા હોટેલની પાછળ ગ્રીન પાર્ક-૭માં કૃષ્‍ણ મકાનમાં રહેતાં  અને બાડપર ગામે ખેતી ધરાવતાં વેરસલ જેસીંગભાઇ બકુત્રા (ઉ.વ.૩૬)ની ફરિયાદને આધારે સફેદ રંગની બોલેરો જીજે૦૩કેએચ-૬૯૨૯ના ચાલક તથા સ્‍વીફટ કારમાં આવેલા બે અજાણ્‍યા અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

વેરસલ બકુત્રાએ જણાવ્‍યું છે કે મારી પાસે સફેદ રંગની વેક્‍સ વેગન કાર જીજે૦૩એલીબ-૦૪૪૮ છે. મારા નાના ભાઇ મેહુલના નામે કાળીપાટમાં જમીન હોઇ તેમાં વનરાજ ઉર્ફ વલકુ ગણદીયાએ કોર્ટમાં અરજી કરી છે. વનરાજ અને પરેશ ડાભી ભાગીદારીમાં કામ કરતાં હોઇ કાળીપાટની જમીન માટે મેહુલ સાથે રોકાણ કરેલ હોઇ આ જમીન ખાતે કરવા માટે બંને અવાર-નવાર કહેતાં હતાં. બુધવારે સાંજે સાડા પાંચેક વાગ્‍યે હું ઘરેથી મારી કાર નં. ૦૪૪૮ લઇને સગા જયેશભાઇ મેરામભાઇ મિયાત્રા સાથે નીકળ્‍યો હતો. કાર જયેશભાઇ ચલાવતાં હતાં. અમે બંને હરિ ધવા રોડથી નંદા હોલ તરફ જતાં હતાં ત્‍યારે પટેલ ચોકમાં પહોંચતા અમારી પાછળ સફેદ બોલેરો જીજે૦૩કેએચ-૬૯૨૯ આવી હતી અને અમારી કારની ડાબી બાજુના બમ્‍ફર સાથે અથડાવી હતી.

જેથી અમારી કાર અમે ઉભી રાખતાં બોલેરોમાંથી અજાણ્‍યો શખ્‍સ ધોકા સથે ઉતર્યો હતો. ત્‍યાં બીજી સ્‍વીફટ કાર પણ આવી હતી. તેમાંથી બે શખ્‍સ ઉતર્યા હતાં. તેની પાસે પણ ધોકા હતાં. આ બધાએ મને ગાળો દીધી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી હું અને જયેશભાઇ ગભરાઇ ગયા હતાં. ત્‍યાંથી ભાગવા જતાં બોલેરોમાંથી ઉતરેલા શખ્‍સે મને ઉભા રહેવાનું કહી આજે તમને પતાવી જ દેવા છે' તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. અમે ભાગીને દૂર જઇ પોલીસને ફોન કર્યો હતો. ત્‍યારે એ શખ્‍સોએ ધોકાથી અમારી કારના કાચ ફોડી નાખી નુકસાન કર્યુ હતું. આ અજાણ્‍યા વ્‍યક્‍તિઓ વનરાજ ઉર્ફ વલકુ અને પરેશ ડાભીએ મોકલ્‍યા હોવાની શંકા છે. પીએસઆઇ એચ. એન. રાયજાદાએ ગુનો નોંધી આ અંગે તપાસ શરૂ કરી છે.

(3:06 pm IST)