Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

શેરબજારમાં નફાની લાલચ આપી ૪૨ લાખની ઠગાઇમાં મહિલાના જામીન મંજુર

રાજકોટ,તા.૨ : શેરબજારમાં તગળા નફાની લાલચ આપી ૪૨ લાખની છેતરપિંડી આચારનાર મહિલા આરોપી () જામીન મુક્‍ત કરવા કોર્ટે હુકમ કર્યો હતો.

 ગત તારીખ ૨૪/૦૧/૨૦૨૩ના રોજ ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદી વિરેન્‍દ્રભાઈ જાષીએ જણાવેલ કે આજથી આગિયારેક વર્ષ પહેલા મારા મિત્ર મને વાત કરેલ કે હું શેર બજારનું કામ જૈનમ શેર કન્‍સલ્‍ટન્‍સ પ્રા.લી.માં મનીષભાઇ બરડીયા જે સબ બ્રોકર છે. તેના મારફતે શેર લે-વેચનું કામ કરૂ છું તેમ વાત કરેલ હતી જેથી હું મનીષભાઇ તથા તેમના પત્‍નીના સંપર્કમાં આવેલ હોય અને મનીષભાઇ તેમના ઘરે બેસી શેર બજારનું કામ કરતાં હતા તથા મનીષ ભાઈ અને તેમના પત્‍ની શેર બજારમાં રોકાણ કરવા બાબતે માહિતી આપતા હતા એન અમોને જણાવેલ કે તમને ચોકસ નફો થસે તે વિશ્વાસ અને ભરોસો આપેલ હતો અને અમોને શેર બજારમાં નાણાંકીય લાભ પણ થતો હતો, ફરિયાદીએ વધુમાં જણાવેલ કે ફરિયાદીએ શેર લેવા કરેલ વ્‍યવહારના નાણાં મનીષભાઇ તથા તેમના પત્‍નીએ પોતાના ખાતામાં જમા લઇ પછી શેર ફરીયાદીના ખાતામાં જમા કરાવેલ નહીં જેથી ફરિયાદ નોંધાવેલ છે.

ફરિયાદી એ જણાવેલ કે મારી જેમ અન્‍ય લોકો સાથેના થયેલ વ્‍યવહારો સહિત કુલ ૪૨ લાખની છેતરપિંડીના કરેલ છે જે આક્ષેપો સાથે ફરિયાદ નોંધાયેલ હતી. પોલીસ અમલદારોએ આરોપીની અટકાયત કરી પૂછપરછ કરેલ હતી બાદ કોર્ટમાં રજૂ કરતાં વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવેલ હતી આ જામીન અરજી ઉપર આરોપીના વકીલે રજૂઆત કરી કે માત્ર ફરિયાદમાં ગંભીર આરોપો મૂકી દેવાથી ગુન્‍હાને ગંભીર માની લેવામાં આવતો નથી, આક્ષેપો મુજબ ફરિયાદને સમર્થન આપે તેવા પુરાવાની ઉપસ્‍થિતિ હોવી જરૂરી હોય છે, હાલના કેસમાં બધા ટ્રાન્‍જેક્‍શન ચેક મારફતે થયેલ હોય અને ઘણા વર્ષોથી ફરિયાદી અને કહેવાતા આરોપીને વ્‍યવહાર ચાલતો હોય, તેમજ વિશ્વાસઘાતના ચોક્ક્‌સ તત્‍વો હાલ ફરિયાદને સમર્થન આપતા નથી. વિગેરી જેવી રજૂઆત થયેલ. બાદ ફરિયાદ પક્ષે સરકારી વકીલની દલીલો થયેલ નામદાર કોર્ટએ તમામ બાબતોને ધ્‍યાને લઇ બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના જામીન મંજૂર કરતો કમ કરેલઆ કામમાં આરોપી વર્તી રાજકોટ  એડવોકેટ ભાવેશ બાંભવા, હિતેષ વિરડા એડવોકેટ રોકાયેલ હતા.

 

(3:03 pm IST)