Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજકોટની યુવતિને મુસ્‍લિમ યુવક ‘‘લવજેહાદ''માં ફસાવી દુષ્‍કર્મ આચરવાના ગુન્‍હામાં જુબીન પઠાણની જામીન અરજી રદ

રાજકોટ તા. ર : રાજકોટની યુવતિને મુસ્‍લીમ યુવકે ‘‘લવજેહાદ'' પ્રેમજાળમાં ફસાવી દુષકર્મ કર્યાની ફરીયાદમાં આરોપીના જામીન રદ કરવા સેશન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

સદર બનાવની હકીકત એવી છે કે રાજકોટમાં રહેતી યુવતી થોડા સમય પહેલા અમદાવાદ મુકામે નોકરી કરવા ગયેલી જયાં તેણીની કંપનીમાં કામ કરતો આરોપી જુબીન શમીમખાન પઠાણની ઓળખાણ થયેલી અને આ જુબીન પઠાણે પ્રથમથી પોતાનો બદઇરાદો પાર પાડવા તથા હીન્‍દુ યુવતિને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે આ યુવતિને પોતાની વાતોમાં ભોળવીને મિત્રતા કરી લીધી. અને ત્‍યારબાદ આ જુબીન પઠાણ આ યુવતિને પોતાના મુસ્‍લીમ ધર્મના પુસ્‍તકો ભેટ તરીકે આપે છે અને ફરજીયાત પણે ‘‘કુરાન'' વાંચવાનું દબાણ કરતા હતા અને તેના આધારે કુરાનને કંઠસ્‍થ કરવાનું પણ દબાણ કરતા હતા. અને પોતે પરીણીત હોવા છતાં આ યુવતીને ખોટી રીતે લગ્નની લાલચ આપી ફોસલાવીને પોતાનો મલીન ઇરાદો પાર પાડવા માંગતો હતો. તેમજ આ જુબીન પઠાણે આ યુવતી સાથે વોટસએપ મારફતે પણ ખુબજ ગંદી ગંદી ગાળો આપેલી અને આ યુવતિને ‘‘કાફર'' જેવા શબ્‍દો ઉચ્‍ચારે છે જેના પરથી સાબીત થાય છે કે આવી વ્‍યકિતનો એકમાત્ર ઇરાદો લવજેહાદ પરીપૂર્ણ કરવા તરફ ઇશારો કરે છે. અને પોતાને અન્‍ય કેટલીય યુવાતીઓ સાથે સબંધ છે તેમજ તેણે અન્‍ય એક હીન્‍દુ ધર્મની યુવતિ સાથે પણ લગ્ન કરેલા હોય જે તેનું ગુન્‍હાહીત માનસ છતું કરે છે.

ગત વર્ષ ર૦ર૧ ‘‘ગેલેરીયા'' હોટલમાં રાજકોટ ખાતે યુવતિને બોલાવી બળજબરીપુર્વક જબરદસ્‍તી કરીને શરીર સબંધ બાંધેલ હતો. અને તે સમયે આ જુબીન પઠાણે પોતાના મોબાઇલમાં યુવતિના ફોટા તથા વીડીયો ઉતારેલ હતો. ત્‍યારબાદ આ જુબીન પઠાણ અવાર-નવાર ફોન ઉપર યુવિતને તે ફોટા અને વીડીયો તેના કુટુંબીજનોને મોકલી વાઇરલ કરવાની ધમકીઓ આપીને બ્‍લકેમેઇલ કરતો હતો. ત્‍યારબાદ આ યુવતિએ હિમ્‍મત કરી તેના ભાઇને સમગ્ર બનાવ વિશે વાત કરીને હિમ્‍મત આપતા યુવતિએ તા.ર/૧/ર૦ર૩ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.

ત્‍યારબાદ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશને આ જુબીન પઠાણની ધરપકડ કરેલ ત્‍યારબાદ આ જુબીન પઠાણે રાજકોટની સેશન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન ઉપર છુટવા અરજી કરેલ જે અરજી અન્‍વયે સરકારી વકીલ અતુલભાઇ જોષી દ્વારા દલીલ એવી હતી કે આ કામના આરોપી પોતાનો લવજેહાદ' નો બદઇરાદો પાર પાડવા માંગતા હોય અને ઘણી બધી યુવતિઓ સાથે શારીરીક સબંધો બાંધીને યુવતિઓની જીંદગી બગાડેલ હોય સદરહુ આરોપીને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં આવા ધૃણાસ્‍પદ કિસ્‍સાઓ ખુબ જ પ્રમાણમાં બનવા લાગશે'. આમ સરકારી વકીલ અતુલભાઇ જોષીની દલીલ માન્‍ય રાખી સેશન્‍સ કોર્ટે જુબીન શમીમખાન પઠાણની રેગ્‍યુલર જામીન ઉપર છુટવાની અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ અતુલભાઇ જોષી તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટ અશ્વિન ડી.પાડલીયા, રાહુલ બી.મકવાણા, રવિરાજ રાઠોડ, નિલેશભાઇ જોષી, ભાર્ગવ બોડા, કૃણાલ વિંધાણી રોકાયેલા હતા.(

(2:59 pm IST)