Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કોઠારીયા સાંઇબાબા સર્કલ પાસે આઇસરે બાઇકને ઉલાળતા એમપીની મહિલાનું મોત

દિલીપભાઇ મજૂરી કામ માટે મહિલા સુની ભાભરને લઇને ગુલાબનગર તરફ જતા'તા

રાજકોટ તા. ૨ : કોઠારીયા નજીક સાંઇબાબા સર્કલ પાસે આઇસરે બાઇકને ઉલાળતા એમપીની મહિલાનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામ નજીક આવેલા સાંઇબાબા સર્કલ પાસે પી.બી - ૧૧ સીએમ - ૪૨૨૯ નંબરના આઇસરના ચાલકે સર્કલ પાસે અચાનક વણાંક લેતા આઇસરની સાઇડમાં જીજે-૩એએચ-૯૧૩૪ નંબરના બાઇકને હડફેટે લેતા બાઇક સવાર દીલીપભાઇ અને પાછળ બેઠેલ એમપીની સુની ઘનસીંગ ભાભર(ઉ.વ.૨૮)(રહે.રણુજા મંદિર પાસે) રોડ પર પટકાતા મહિલા સુની ભાભર આઇસરના આગળના વ્‍હીલમાં આવી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી મહીલાબેન તથા પાઇલોટ યશરાજસિંહે તાકીદે  સ્‍થળ પર પહોંચી તપાસ કરતા મહિલાનું મોત નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ મથકના એએસઆઇ વી.વી. સુખાનંદી સહિતે સ્‍થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સુની ભાભર રાજકોટમાં પતિ સાથે મજૂરી કામ  કરતી હતી.દીલીપભાઇની બાંધકામની સાઇટ ચાલુ હોય, પતિ સાઇટ પર હતો. અને તેને કામ માટે મજૂરીની જરૂર પડતા દીલીપભાઇ મહિલાને બાઇક પાછળ બેસાડી રણુજા મંદીરથી ગુલાબનગર તરફ જતા હતા. આ અંગે આજીડેમ પોલીસે આઇસરના ચાલક સામે ગુનો દાખલ કરવા તાજવીજ હાથ ધરી છે.

(2:50 pm IST)