Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કાલાવડ રોડ પર છોટા હાથીમાં બે ગાય અને વાછરડાને ક્રુરતાપૂર્વક બાંધીને નીકળેલા બે શખ્‍સો સામે ગુનો

તાલુકા પોલીસે બાબુ ગમારા અને દેવો ઉર્ફે લાલો શીયાળીયા સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨ : કાલાવડ રોડ પર એમ.ટી.વી. હોટલ પાસે છોટાહાથીના ઠાઠામાં બે ગાય અને એક વાછરડાને ક્રુરતાપૂર્વક બાંધીને નીકળેલા બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના કાલાવડ રોડ એમ.ટી.વી. હોટલ પાસે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.જી.ગોહિલ તથા કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહ.લ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે એમ.ટી.વી. હોટલ પાસેથી પસાર થતી જીજેઝેડ-૭૩૨૯ નંબરના છોટા હાથીને શંકાના આધારે રોકી તલાશી લેતા ઠાઠામાં બે ગાય અને એક વાછરડાને ઘાસચારો અને પાણીની વ્‍યવસ્‍થા વગર ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં જણાતા પોલીસે ચાલક બાબુ તેજાભાઇ ગમારા (ઉ.વ.૪૫) (રહે. રંગનગર ભીમનગરની બાજુમાં કાલાવડ રોડ) જામનગર રોડ, ભોમેશ્વર સોસાયટીના દેવો ઉર્ફે લાલો રામભાઇ શિયાળીયા (ઉ.૪૦)ને પકડી લઇ કાર્યવાહી કરી ગાય અને વાછરડાને મુકત કરાવી હતી.

(2:46 pm IST)