Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

આવાસના કવાર્ટર અરસ-પરસ સમજૂતીથી બદલી આપો : રજૂઆત

PMAY-MIG યોજનાના આવાસ ધારકોની મનપા તંત્રમાં અરજ : બાળકોની સ્‍કુલ, દવાખાનામાં સારવાર, નોકરી-ધંધાની જગ્‍યા દુર પડતી હોવાના અપાયા કારણો : અનેક પરિવારો અરસ-પરસ સમજૂતીથી કવાર્ટર બદલવા તૈયાર : મુખ્‍યમંત્રી સુધી રજૂઆત

રાજકોટ તા. ૧ : શહેરના વિવિધ વિસ્‍તારોમાં મનપા દ્વારા આવાસ યોજનાઓનું નિર્માણ કરવામાં આવ્‍યુ઼ છે. જે અંતર્ગત PMAY-MIG આવાસ યોજનાના લાભાર્થીઓએ આજે મનપામાં અરસ-પરસ સમજુતીથી આવાસની યોગ્‍ય કારણસર અદલા-બદલી કરી આપવા મેયર તથા કમિશનરે રજૂઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્‍યા મુજબ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકા દ્વારા નિર્માણ પામેલા આવાસોની ફાળવણી નો ડ્રો તા. ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ સમ્‍પન્ન થયેલ, જેમાં ઉપરોક્‍ત ૩૦-૦૯-૨૦૨૨ ના રોજ થયેલ ડ્રો મુજબ અને આ અરજી સાથે જોડાયેલ વિગત મુજબ અમોએ રાજકોટ મહાનગર પાલિકામાં બીજા હપ્તાની રકમ ભરી આલોટમેંટ લેટર મેળવી લીધેલ છે.

વધુમાં જણાવ્‍યા મુજબ જુદા જુદા કારણો જેમાં બાળકોની સ્‍કૂલ, જોબ અથવા ધંધાની જગ્‍યા, વૃદ્ધ અથવા કોઈ ગંભીર બીમારી માટે ચાલુ સારવાર ના સારવાર કેન્‍દ્ર કે હોસ્‍પિટલની પહોચ મુખ્‍ય છે. જેવા કારણોસર ફાળવણી પામેલ આવાસ ના બદલામાં તેમને જોઈતી જગ્‍યાએ ફેરબદલી કરી આપવા રજુઆત કરેલ.

લોકોને ખરેખર બદલી કરવાની જરૂર છે અને આ બદલી ના લીધે ઘણી બધી સમસ્‍યાઓમાં રાહત મળે તેમ છે. તો આવા કિસ્‍સાઓમાં આવાસની ફાળવણીની આ સાથે જોડેલ વિગત મુજબત અરસ પરસ સહમતી થી ફેર બદલી ની માંગ ને ગ્રાહ્ય રાખવા તથા ભવિષ્‍યમાં આ ફેરબદલીના લીધે કોઇ પણ પ્રકારની સમસ્‍યા ઉભી થશે તો તેના માટે આવાસ ધારક જવાબદાર રહેશે તેમ રજૂઆતના અંતમાં જણાવેલ.

(2:29 pm IST)