Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પત્નિની હત્યાના ગુન્હામાં આરોપી પતિના જામીન મંજૂર

રાજકોટ તા. ર :..  રાજકોટ શહેરના પોપટપરા, શેરી નં. ૧૬ માં રહેતા આરોપી દિનેશસિંગ બંગાળીસિંગ કુશ્વાહ પોતાની પત્ની પીન્કી ઉર્ફે-સુહાસીનીને ગળે સાડી દ્વારા ટુપો દઇને મોત નિપજાવવાના કેસમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન એ આઇ. પી. સી. કલમ ૩૦ર હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે મોકલી આપેલ હતો.

જેલમાંથી તેમના વકીલો મારફતે રેગ્યુલર જામીન અરજી રાજકોટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં તેમના વકીલ તથા સરકારી વકીલોની દલીલો સાંભળી પોલીસ પેપર તપાસી કોર્ટે શરતી ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી તરફે એડવોકેટ શામજીભાઇ એ. ચાવડા, સુરેશ એસ. ચાવડા, શિલ્પાબેન એસ. ચાવડા, વિજયભાઇ એમ. દાણા, રાકેશ ચૌહાણ, તથા કિર્તીભાઇ કે. મારીયા રોકાયેલા હતાં.

(3:36 pm IST)