Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પરમીટ વગર ફટાકડા વેચવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૨: જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ફટાકડા વેંચવા સબબ એકસપ્લોઝીવ એકટ હેઠળ નોંધાયેલ ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આ બનાવની હકીકત એવી છે કે, ઘનશ્યામનગર, કોઠારીયા મેઇન રોડ પર રહેતા રાજેશભાઇ જીવરાજભાઇ સોલંકી પર જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ફટાકડા વેંચવા સબબ ભકિતનગર પોલીસ સ્ટેશન, રાજકોટમાં સી.આર.પી.સી.ની કલમઃ ૧૭૩ અન્વયે એકસપ્લોઝીવ એકટ સને. ૧૮૮૪ ની કલમઃ ૫,૯-બી (બી) સબબનો ગુનો નોંધવામાં આવેલ. જે કેસના કોર્ટમાં ચાલી જતાં આરોપી સામે આક્ષેપાયેલ ગુન્હાના આવશ્યક તત્વો પુરવા કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય આરોપીને શીક્ષા પાત્ર ગુના માંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આરોપી તરફે રજુઆત કરવા સબબ વિધ્વાન ધારાશાસ્ત્રી કનકસિંહ ડી.ચૌહાણ, રાજેશભાઇ એમ.પરમાર, કમલભાઇ એન.કવૈયા તથા એડવોકેટ એન્ડ નોટરી વિરલભાઇ એચ.રાવલ રોકાયેલા હતા.

(3:33 pm IST)