Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રેન્જ આઇજી ડી.એન.પટેલની ઉપસ્થિતિમાં સર મોનીયમ પરેડ યોજાઇ

રાજકોટઃ જીલ્લા પોલીસ કચેરીના રેન્જ આઇજીના વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત આજે મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે આઇજી ડી.એન.પટેલની ઉપસ્થિતિમાં સર મોનીયમ પરેડ યોજાઇ હતી. આ પરેડમાં રૂરલ એસપી અંતરીપ સુદના નેજા તળે રાજકોટ જીલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેકટરો તથા પોલીસ સબ ઇન્સ્પેકટરો સહિતના પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો. આ પરેડમાં ડોગ સ્કવોડ તથા ઘોડેશ્વાર પોલીસ સ્ટાફે પણ ભાગ લીધો હતો. ઉપરની તસ્વીરમાં રેન્જ આઇજી ડી.એન.પટેલને સલામી અપાઇ હતી તે નજરે પડે છે. ઇન્સેટ તસ્વીર રૂરલ એસપી અંતરીપ સુદની છે. નીચેની તસ્વીરમાં ઘોડેશ્વાર પોલીસ તેના કૌશલ્ય રજુ કરતા દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:21 pm IST)