Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટનો કંટ્રોલરૂમ કમલમ ભાજપ કાર્યાલયે સતત ધમધમતો રહયોઃ આગેવાનો–કાર્યકરોની ટીમની મહેનત રંગ લાવી

રાજકોટઃ આજે સમગ્ર ગુજરાતભરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાઇ ગઇ ત્યારે ચૂંટણી અન્વયે સૌરાષ્ટ્ર ઝોન તથા રાજકોટનો કંટ્રોલરૂમ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યરત રહયો હતો. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા વહેલી સવારથી જ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહયા હતા. અરવિંદભાઇ રૈયાણી, જીતુભાઇ મહેતા પણ સાથે રહયા હતા, લીગલ સેલના અંશ ભારદ્વાજ, હિતેશ દવે, કિરીટ પાઠક, કમલેશ ડોડીયા, પી.સી.વ્યાસ, આબીદ સોશન, પરેશ ઠાકર, દીપ વ્યાસ, અજય જોશી સહીતની લીગલ ટીમ સતત ખડેપગે રહી હતી. શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગર તેમજ રાજકોટના ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારી, કલેકટરને ઇમેઇલ દ્વારા સીધી ફરિયાદ કરવામાં આવી હતી.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે કાર્યકર્તાઓના સતત સંપર્કમાં રહયા હતા. અને વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓએ તમામ બુથમાં વધુને વધુ મતદાન કરાવી લોકશાહીના પાવન પર્વને નિભાવી અને તેમની મહેનત રંગ લાવી હતી ત્યારે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ચુંટણીલક્ષી વ્યવસ્થાઓ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશી, મીડીયા સેલના રાજન ઠકકર, કાર્યાલય પરિવારના રામભાઇ પટેલ, નલહરી પંડિત, જગદીશ ઘેલાણી, હિતેશભાઇ ગોસ્વામી સહીતનાએ સંભાળી હતી. તેમજ  વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે અનીલભાઇ પારેખ, મનસુખ પીપળીયા, સમીર પરમાર, રાજુભાઇ રાઠોડ, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી. ચૂંટણીલક્ષી કામગીરી કાર્યાલય ખાતેથી પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, પંકજભાઇ ભાડેશીયા, રાજુભાઇ કુંડલીયાએ સંભાળી હતી જયારે મીડીયાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ સંભાળેલ હતી

(4:59 pm IST)