Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભાજપ સૌરાષ્‍ટ્ર પ્રવકતા રાજુભાઇ ધ્રુવે તેમના ભાઇ સાથે મતદાન કર્યુ

રાજકોટઃસૌરાષ્‍ટ્ર ભાજપના પાયાના પથ્‍થર અને ભાજપના વિકાસયાત્રાને  મીડિયાના માધ્‍યમથી લોકોની વચ્‍ચે પહોંચાડવામાં જે  સતત અવિરત સક્રિય છે તેવા સૌરાષ્‍ટ્ર ભાજપના અગ્રણી અને  પ્રવકતા રાજુભાઇ આજે વિધાનસભાની ચૂંટણીમાં ધમેન્‍દ્રસિંહજી કોલેજ ખાતે મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.

 રાજુભાઇ ધ્રૃૃવ દ્વારા મતદાન કર્યા બાદ જણાવવામાં આવ્‍યું હતું કે નરેન્‍દ્રભાઇ મોદી તથા ભુપેન્‍દ્રભાઇ પટેલની ડબલ એન્‍જીન વાળી સરકારના મજબૂત નેતૃત્‍વમાં ગુજરાત રાજય વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે ત્‍યારે તેમણે અપીલ કરી છે કે સહુ કોઇ મતદાન કરી ગુજરાતના વિકાસની વણથંભી વિકાસ યાત્રાને વધુ આગળ ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇજવા માટ ેપોતાની પવિત્ર ફરજ બજાવે તેવી વિનંતી છે.આ તકે તેમના ભાઇ શ્રી ભરતભાઇ ધ્રૃવ પણ મતદાનની પવિત્ર ફરજમા તેમની સાથે જોડાયા હતા.

(4:58 pm IST)