Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જૈન વિઝનની મત(દાન) આરાધના : બે ડઝન ઉપાશ્રયો-દેરાસરોમાં નવકારશી

મતદાન એટલે રાષ્‍ટ્રનું ચણતર

રાજકોટ, તા. ૧ : લોકશાહીનું સૌથી સશક્‍ત પાસું છે મતાધિકાર અને એ માટેની જાગળતિ તેમજ આહવાન - એ દરેક વિચારશીલ સંસ્‍થા તેમજ પ્રત્‍યેક નાગરિકની જવાબદારી છે. માત્ર અને માત્ર આ જ શુભ ઇરાદાથી રાજકોટની દરેક બેઠક પર નિષ્ઠાપૂર્વક સૌથી વધારે મતદાન જૈન સમાજ કરે તે માટે જૈન વિઝન સંસ્‍થાએ અનોખી પહેલ સ્‍વબળે અને સ્‍વેચ્‍છાએ કરી છે.

આજરોજ રાજકોટ શહેરના બે ડઝન જેટલા ઉપાશ્રયો - દેરાસરોમાં જૈન વિઝન સંસ્‍થાએ જૈનો માટે દાતાઓના સહયોગથી મિલન કોઠારી અને મયુરભાઇ શાહ દ્વારા અમીનેશભાઇ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ નવકારશીનું  આયોજન કરવા માં આવેલ હતું.

આ કાર્યક્રમમા એક ગુર ભક્‍ત, મોદી સ્‍કુલસ,એચ.જે.ઈન્‍ડ.પ્રા.લી,,જીતેન્‍દ્રભાઈ બેનાણી,પારસભાઈ તથા જયભાઈ ( ખારા પરિવાર ),જયેશભાઇ શાહ ( સોનમ કર્વાટઝ) તથા નિતીનભાઈ કામદાર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે.

જૈન સમાજનું સંકલન કરવામાં અનિષભાઈ વાધર,ડોલરભાઈ કોઠારી, મહેશભાઈ મણિયાર, ઋષભભાઈ શેઠ,ગીરિશભાઈ મહેતા,સુનિલભાઈ કોઠારી, ભરતભાઈ દોશી , નીલ મહેતા,  તુષાર પતિરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, અજીત જૈન,  ધીરેન ભરવાડા, જૈન વિઝન મહિલા વીંગના  અમિષાબેન દેસાઈ, જલ્‍પાબેન પતિરા,  હિમાબેન શાહ, બીનાબેન સંઘવિ, બીનાબેન શાહ, પાયલબેન ફુરીયા, ઉષાબેન પારેખ,  ભાવિકા શાહ, વંદનનાબેન  ગોસલીયા, મનીષાબેન શેઠ તેમજ મનોજ ડેલીવાળાએ જહેમત ઉઠાવેલ છે તેમ જૈન વિઝનની યાદીમાં જણાવાયું છે.

(4:31 pm IST)